નિર્ણય:GSTનું કર માળખું બદલાશે તો વેચાણ ઘટી જશે, કાપડ ઉદ્યોગ ખોરવાઈ જવાની ભીતિ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચેમ્બર સાથેની મીટિંગમાં ઉદ્યોગકારો-વેપારીઓનો મત, બે દિવસમાં સરકારને રજૂઆતના મુદ્દા તૈયાર કરાશે

હાલમાં જ મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી ટેકસટાઇલ ક્ષેત્રમાંથી ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ચેમ્બ્ર સાથેની બેઠકમાં ઉદ્યોગકારો અને વેપારીઓનું કહેવું હતું કે, કર માળખું બદલાશે તો છેવાડાના ગ્રાહક માટે કપડું મોંઘુ થશે અને નાના વેપારીઓના ધંધા ઉપર માઠી અસર પહોંચશે. વેચાણ ઘટી જતાં આખી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ડામાડોળ થઈ શકે છે.

આ મુદ્દે ચેમ્બરે વીવર્સ, પ્રોસેસર્સ, ટેક્સટાઈલ ઉદ્યોગકારો અને કાપડના વેપારીઓ સાથે મીટિંગ યોજી હતી, જેમાં મોટાભાગના વેપારીઓએ જીએસટી કર માળખામાં કોઈ ફેરબદલ નહીં કરવા અભિપ્રાય આપ્યો હતો. તેમનું કહેવું હતું કે, હાલના સ્ટ્રકચરમાં રિફંડ મળે છે અને રિફંડ મેળવવા ઉદ્યોગકારોને કોઇ તકલીફ પડતી નથી. જે રિફંડ મળે છે તેને ફરીથી ઉદ્યોગોમાં જ રિઇન્વેસ્ટ કરવામાં આવે છે. જેને કારણે વીવિંગ કેપેસિટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ તમામ પ્રશ્નો સાંભળ્યા બાદ આ મુદ્દે ફરીથી બે દિવસ બાદ ચર્ચા કરી ત્યારબાદ ફાઇનલ રજૂઆત તૈયાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરાશે તો વીવર્સે રૂપિયા નાખવા પડશે
વીવિંગ સેકટરમાં પેમેન્ટ ટર્મ્સ છ મહિનાની છે. વળી, ઉઠમણામાં રૂપિયા ડૂબી જાય છે. ત્યારે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરાશે તો વીવર્સે પોતે રૂપિયા નાંખી ચૂકવવો પડશે. જો કર માળખામાં ફેરફાર થશે તો વીવિંગ ઉદ્યોગ પડી ભાંગશે. ભીવંડી, માલેગાવ, ઉધના, ઇચ્છલકરંજી સહિતના તમામ વીવર્સ આગેવાનોનો એક જ સૂર હતો કે માળખામાં કોઇ બદલાવ કરવામાં ન આવે. > અશોક જીરાવાલા, ફોગવાના પ્રમુખ

વસ્તુ સસ્તી પડે શકે તેવા દર હોવા જોઈએ
ટ્રેડીંગ-રિટેઇલીંગ સૌથી વધુ રોજગારી આપે છે. સરકારે ગ્રાહકને વસ્તુ સસ્તી મળે તેવી નીતિ બનાવી તેવો ટેકસ દર નકકી કરવો જોઇએ. > ચંપાલાલ બોથરા, ફોસ્ટા સંગઠન

ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર બદલવું હોય તો ટેકસટાઇલ ચેઇનમાં 5 ટકાનું જ માળખું લાગવું જોઇએ. > બ્રિજેશ ગોંડલિયા

ભારત વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકતું નથી
ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને કારણે કેપીટલ ગુડ્‌સ ઉપર લાગતા જીએસટીની રિકવરી થતી નથી. જેથી ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બની શકતું નથી. > રવિન્દ્ર આર્યા, પ્રોસેસર્સ આગેવાનq

અન્ય સમાચારો પણ છે...