કડક નિયમ:10 વોર્નિંગ બાદ પણ વિદ્યાર્થી નહીં સમજે તો તેને ગેરરીતિ ગણાશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં નિયમો કડક બનાવાયા
  • મહેનતુ વિદ્યાર્થીઓને​​​​​​​ નુકસાન ન જાય તે માટે સિન્ડિકેટમાં ઠરાવ

નર્મદ યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં છાત્રો ગેરરીતિ કરતા પકડાયા હતા. ત્યારે આગામી ઓનલાઇન પરીક્ષાઓમાં કયા પ્રકારની વર્તણુક ગેરરીતિ ગણી શકાય તે નક્કી કરી આવા વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. મહેનતુ અને હોશિયાર વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે સિન્ડિકેટની બેઠકમાં ઠરાવ પસાર કરાયો છે. જેમાં કોને ગેરરીતિ ગણવી અને કોને નહીં તે નક્કી કરાયું છે. જો કોઇ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો તેની સામે યુનિવર્સિટી નિયમો અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરશે.

આ ગેરરીતિઓ ગણાશે

  • વિદ્યાર્થીઓને વોર્નિંગ અપાય છે. 10થી વધુ વોર્નિંગ બાદ પણ વિદ્યાર્થી ધ્યાન નહીં આપે તો તેને ગેરરીતિ ગણાશે.
  • પરીક્ષા કેન્દ્રમાં ડમી ઉમેદવાર પકડાશે તો તેની-વિદ્યાર્થી સામે કાર્યવાહી કરાશે
  • વિદ્યાર્થીએ સ્પ્લિટ સ્ક્રીનનો ઉપયોગ કર્યો હોય તેમજ સુપરવાઇઝરનો ચોક્કસ વિદ્યાર્થીઓ માટે રિપોર્ટ પણ હોય તો તેને ગેરરીતિ ગણાશે.
અન્ય સમાચારો પણ છે...