તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ITના પોર્ટલમાં રિટર્ન ફાઇલ નહીં થતાં કરદાતાને 200 ટકા પેનલ્ટી લાગી શકે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિટર્નની તારીખમાં વધારો કરવા ચેમ્બરની નાણા મંત્રાલયને રજૂઆત

આઇટીના નવા પોર્ટલને દસ દિવસ થઈ ગયા હોવા છતાં હજી રિટર્ન ફાઇલ થયા નથી. જથી જો સમયસર રિટર્નની તારીખો વધારવામાં નહીં આવે તો કરદાતાઓ પર 200 ટકા પેનલ્ટી લાગે તેવી શક્યતા છે. શહેર-જિલ્લામાં 12 લાખ કરદાતાઓ છે, જેમાંથી ભાગ્યે જ કોઈ રિટર્ન ભરી શક્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા નાણા મંત્રાલયને પણ રજૂઆત કરવામાં આવી છે.

સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે, ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખો, ટીડીએસ પત્રકો, ચેરિટેબલ ટ્રસ્ટોને 30મી જૂન સુધીમાં નવેસરથી લેવાના રજિસ્ટ્રેશન, 30મી જૂન પહેલાં ‘વિવાદ સે વિશ્વાસ’ના પેમેન્ટ અને આવક છૂપાવવા સંબંધિત 200 ટકા સુધીની પેનલ્ટી લગાડવાની આખરી તારીખ 30મી જૂન હોય કરદાતાઓની મુશ્કેલી વધી છે. આથી જ નવા પોર્ટલની કામગીરી આવતા વર્ષ સુધી મુલ્તવી રાખવાની પણ અપીલ મંત્રાલયને કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...