રાજનીતિ શરૂ:ABVPની સરકાર હોવાને કારણે તેઓ મનમાની કરી રહ્યા છે, જો તેમની સામે પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે વિરોધ કરીશું: NSUI

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
NSUIના કાર્યકર્તાઓની તસવીર - Divya Bhaskar
NSUIના કાર્યકર્તાઓની તસવીર
  • સુરતની કોલેજમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી ગરબાનું આયોજન કરાયું
  • કુલપતિ, કુલ સચિવ અને ABVPના કાર્યકર્તાઓ સામે પગલાં લેવા NSUI કમિશનરને રજૂઆત કરશે

સુરતમાં પોલીસ અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણને લઈને હવે રાજનીતિ તેજ થઈ રહી છે. NSUI દ્વારા માંગ કરવામાં આવી છે કે, કોલેજ કેમ્પસમાં નવરાત્રી માટેની છૂટ આપનાર કુલપતિ અને કુલ સચિવ સામે કાયદાકીય રીતે પગલાં લેવાવા જોઇએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે. સુરત શહેર NSUIના પ્રેસિડેન્ટ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં પોલીસ સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે પગલાં લેવા માટે રજૂઆત કરાઇ છે. જો કુલપતિ અને એબીવીપી સામે પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

'ABVP સાથે પોલીસનું ગેરવર્તન યોગ્ય'
NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ગરબા ડેનું આયોજન નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે. તેનું અનુસરણ કરવું જોઈતું હતું, પરંતુ તેનું પાલન કરાયું નથી. ફરજ પર હાજર પોલીસે પોતાની રીતે કામગીરી કરી તે દરમિયાન ABVPના કાર્યકર્તા હોય તેમની સાથે ગેરવર્તન કર્યું છે, તેમજ તેમની સાથે ગાળા ગાળી કરી છે તે યોગ્ય છે. કુલપતિ પોતે સક્ષમ ન હોવા છતાં પણ તેમણે મૌખિક રીતે મંજૂરી કયા આધારે આપી છે તેનો પણ તેમણે ખુલાસો કરવો જોઈએ.

રસ્તા પર બેસીને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો
રસ્તા પર બેસીને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો

NSUI કડક કાર્યવાહી માટે કમિશનરને રજૂઆત કરશે
NSUIના શહેર પ્રમુખ મનીષ દેસાઈએ જણાવ્યું કે, ABVPની સરકાર હોવાને કારણે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને પોલીસ સામે તેઓ દાદાગીરી કરી રહ્યા છે. ભાજપની સરકાર હોવાને કારણે તેઓ પોલીસને દબાવી રહ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યા છે કે ખુલ્લા પાર્ટી પ્લોટની અંદર કોઈએ પણ નવરાત્રિનું આયોજન કરવાનું નથી. તો કયા આધારે તેમને મંજૂરી આપવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન છે. અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે કુલપતિ, કુલ સચિવ અને ABVPના કાર્યકર્તાઓ સામે પગલાં લે. જો પોલીસ કોઇ કાર્યવાહી નહીં કરે તો અમે આ બાબતે વિરોધ નોંધાવીશું.