તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજના યુગમાં જ્યાં એક તરફ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે ત્યાં બીજી તરફ ભારતમાં હજુ પણ ઈન્ટરનેટ વાપરવામાં વિશ્વની એવરેજ સંખ્યા કરતા ઘણી પાછળ છે. એક સર્વે મુજબ ગ્લોબલ ઈન્ટરનેટ યુઝર્સ 56% પુરુષ છે જ્યારે 44% મહિલાઓ છે. તેમજ ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સ 71% પુરુષ છે અને 29% મહિલા છે. મહિલા સોશિયલ મીડિયા યુઝર્સ ડેટા પણ ભારતમાં શરમજનક પરિસ્થિતિમાં છે. છોકરીઓ અને મહિલાઓ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરે અને ઈન્ટરનેટના માધ્યમ થકી પ્રોફેશનલ ગ્રોથ કરે તે ઉદ્દેશથી શહેરની એક સંસ્થા દ્વારા "ડિજિટલ ગર્લ' કેમ્પેઇન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિદ્ધિ જૈન અને રેશમા રોહીડાએ વાત કરી હતી.
તમારા સોશિયલ મિડીયાની સિક્યોરિટી માટે આટલું કરો
2 સ્ટેપ વેરિફિકેશન
ગુગલમાં લોગઈન કરવા માટે દરેક છોકરીઓએ 2 સ્ટેપ વેરિફીકેશન ઓન રાખવું જોઈએ.
ફાઈન્ડ યોર ફોન
જો ફોન ખોવાઈ જાય તો ગુગલ પરથી રિંગ વગાડીને શોધી શકાય છે અથવા ફોનનો ડેટા ફોન રીસેટ કરીને ડિલીટ કરી શકાય છે.
ડીલીટ એક્ટિવિટી
જો પાસવર્ડ હેક થાય એવું લાગે તો ડિલીટ એક્ટિવિટી વિકલ્પથી બ્રાઉઝીંગ હિસ્ટ્રી ડિલીટ કરી દેવી જોઈએ.
રેકગનાઈઝ્ડ લોગીન
સમયાંતરે કયા ડિવાઇસ પરથી લોગીન થયું છે તે જોવું અને જો અજાણ્યું ડિવાઈસ હોય તો તે ડિવાઈસમાંથી લોગ આઉટ કરી દેવું.
સોશિયલ મિડીયા સિક્યોરિટી અને લોગીન
સોશિયલ મીડિયા પર 3 જણાને નોમિનેટ કરવા. જો એકાઉન્ટ લોક થઈ જાય તો નોમિનેટેડ પ્રોફાઈલ પરથી લોગીન કરી શકાશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.