ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નહીં ઘટશે તો વીર નર્મદ યુનિવર્સિટી લાઇવ પરીક્ષા લેશે. યુનિવર્સિટી છેલ્લા 5 દિવસથી ઓનલાઇન પરીક્ષા લઈ રહી છે. જેમાં અત્યાર સુધીમાં 400થી વધુ વિદ્યાર્થી શંકાસ્પદ ગેરરીતિ કરતા પકડાયા છે. જે મામલે કુલપતિ ડો. કે. એન. ચાવડાએ જણાવ્યું કે, ગેરરીતિ મળતી જ રહેશે તો લાઇવ સ્ટ્રિમિંગથી પરીક્ષા લઈશું. જે માટે વિદ્યાર્થી પાસે 1 જીબીનું ઇન્ટરનેટ હોવું ફરજિયાત છે.વધુમાં કહ્યું કે, જે વિદ્યાર્થી પરીક્ષા સમયે અયોગ્ય જણાય છે તેને હાલ પરીક્ષા આપવા દઇએ છીએ.બાદમાં તેઓના રિઝલ્ટ અટકાવીશું અને કોપી કેસ જાહેર કરીશું. જે તે વિષયમાં ઝીરો માર્ક્સ આપવા સાથે રૂ.250 દંડ પણ કરાશે અને જરૂર જણાશે તો આખી બાબત સિન્ડિકેટમાં લઇ જઇ દંડ વધુ કે ઓછો લેવો તેનો નિર્ણય કરાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.