વિશ્વમાં લેબગ્રોન હીરાની માંગ વધતાં શહેરમાં હાલ 15થી 20 મોટી કંપની ઉપરાંત જેમને સમજ જ નથી તેવા બિલ્ડરો, ડોક્ટરો પણ ઉત્પાદન કરી રહ્યાં છે. આવા 200થી વધુ લોકોએ પોતાની પ્રિમાઈસિસમાં નાના મશીનો મૂક્યાં છે. એક્સપર્ટના મતે આ મશીનો બોમ્બ સમાન છે, જેમાં હાઈડ્રોજન, મિથેનોલ અને નાઈટ્રોઝન જેવા 3 વાયુ સતત ફ્લો કરે છે. મિથેનોલ શ્વાસમાં જતા મૃત્યુ થઈ શકે છે જ્યારે હાઈડ્રોઝન લીક થાય તો મોટો બ્લાસ્ટ થઈ શકે છે. આ માટે આશ્ચર્યજનક રીતે સરકારી મંજૂરી સહિતની કોઈ વ્યવસ્થા નથી.
3 વર્ષમાં લેબગ્રોન એક્સપોર્ટમાં થયેલો વધારો
2019-20 3440 કરોડ રૂપિયા
2020-21 5200 કરોડ રૂપિયા
2021-22 10880 કરોડ રૂપિયા
1 મશીનની કિંમત અંદાજે 90 લાખ, 1થી 3 મશીન હોય છે
સુરત શહેરમાં છેલ્લાં 5થી 6 વર્ષમાં લેબગ્રોન રફ બનાવતી કંપનીઓ વધી રહી છે. નાની કંપનીઓ પાસે 3 જેટલા મશીન હોય છે. તાજેતરના જ્વેલરી એક્ઝિબીશનમાં પણ આ મશીનો ડિસપ્લે કરાયા હતા, જેની કિંમત અંદાજે 90 લાખ રૂપિયાની આસપાસ હતી.
સાચાહીરાની સરખામણીમાં કિંમત ઓછી હોવાથી માંગ
નેચરલ હીરાની સરખામણીમાં લેબગ્રોનની કિંમત ખુબ ઓછી હોવાથી માંગ વધી છે. જેથી ઉત્પાદકો પણ વધ્યા છે. ડોક્ટરો, સીએ અને વકીલો અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ પણ લેબગ્રોન હીરાની રફનું ઉત્પાદન કરનારા મશીનો ઈસ્ટોલ કરી દીધા છે.
એક્સપર્ટ બંને વાયુઓ સીધી રીતે ભારે જોખમી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ એચઓડી ડો. કે.સી પટેલે કહ્યું કે, ‘મિથને ગેસ હોય છે, જ્યારે તે લીક થાય ત્યારે તેનું વિઘટન થતા તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોન્ક્સાઈડ અને હાઈડ્રોઝન ગેસ બને છે અને કાર્બન મોનોક્સાઈડ અત્યંત ઝેરી હોવાથી શ્વાસ રૂધાંઈ જતાં માણસનું મૃત્યુ થાય છે. હાઈડ્રોઝન લીક થાય ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજન કરીને હાઈડ્રોજન પેરોક્સાઈડ બનાવે છે જે ક્યારેક મોટો બ્લાસ્ટ સર્જી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.