તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • "If The Husband Does Not Say Thank You In Small Talk, The Wife Starts To Sneeze, Threatens To Jump By Pulling The Handbrake On The Moving Vehicle."

કોરોનાકાળની આડઅસર:‘નાની નાની વાતમાં પતિ થેન્ક્યુ ના કહે તો પત્ની બચકાં ભરવા લાગે, ચાલુ ગાડીએ હેન્ડ-બ્રેક ખેંચી કૂદી પડવાની ધમકી આપે છે’

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • કોરોના બાદ દંપતી વચ્ચે માનસિક તાણથી થતા ઝઘડાના કેસમાં કોર્ટમાં પહોંચ્યા
  • વારંવાર સેક્સ માણવાની પતિની આદતથી કંટાળી પત્ની પિયર ચાલી ગઈ, કહ્યું, પતિ ઈલાજ કરાવે

કોરોના બાદ પતિ-પત્ની વચ્ચે માનસિક બીમારીને લીધે ઝઘડાનું પ્રમાણ વધ્યું છે. નાના ઝઘડા વકરી રહ્યા છે અને આવા કેસ હાલ ફેમિલી કોર્ટમાં પહોંચી રહ્યા છે. કેટલાકમાં સમાધાન થાય છે, તો કેટલાકમાં દવા લેવી પડે છે. જ્યારે કેટલાક કેસમાં કોઈ ઇલાજ ન થતાં છૂટાછેડાનો વારો આવે છે. એડવોકેટ હિરલ પાનવાલા કહે છે કે મેન્ટલ ડિસઓર્ડરને લીધે ઝઘડાના કેસ વધ્યા છે. મોટે ભાગે મોબાઇલ અને સોશિયલ મીડિયાની આ ઇફેક્ટ છે. લોકો વર્ચ્યુઅલ અને રિયલ દુનિયા વચ્ચેનો ભેદ ભૂલી જાય છે.

પત્નીને વખાણ જ સાંભળવા ગમે, નહીં કરે તો પતિનું આવી બને
સિટી લાઇટમાં રહેતાં એક દંપતીમાં પત્નીને નાની-નાની વાતમાં થેન્કયુ સાંભળવાની આદત હતી. સાડી પહેરે તો પતિએ ખૂબ સુંદર લાગે છે એમ કહેવાનું. સોશિયલ મીડિયા પર કોઈ કપલ ફરવા જાય તો પતિએ પણ એવું કરવાનું. પતિએ આવું કરવા ના પાડતાં પત્ની પતિને બચકા ભરી લે. ચાલુ ગાડીમાં હેન્ડ-બ્રેક ખેંચી લે. કૂદી પડવાની ધમકી આપે.

પત્ની વારંવાર ડિમાન્ડ કરે, વસ્તુ પસંદ ન આવે તો દીવાલ પર મારે
અડાજણના એક દંપતીના કેસમાં પત્ની પતિ પાસે જ્યૂસ, જમવાનું, કોસ્મેટિક વગેરે મગાવે. જો તેમાંથી કોઇ એક વસ્તુ પસંદ ન આવે તો બધું જ દીવાલ પર મારે. આ મામલો પણ કોર્ટમાં છે. અન્ય એક કેસમાં પતિને રોજ શારીરિક સુખ માણવાની તીવ્ર ઈચ્છા થાય એટલે પત્ની કંટાળી પિયર જતી રહી અને તે ઈચ્છે કે પતિ તેનો ઈલાજ કરાવે.

પત્ની ગમે તે ઘડીએ આપઘાતની કોશિશ કરે એટલે નજર રાખવી પડે
એક કેસમાં પત્ની સતત રડયા કરે, નિરાશ રહે અને ગમે તે ઘડીએ આત્મહત્યાની કોશિશ કરે, ઘરમાં કોઇ એક સભ્યે તેની પર નજર રાખવી પડે. પત્ની નોર્મલ પણ થઈ જાય. ગેલરીમાંથી એકવાર કૂદવાની કોશિશ કરી હતી. પત્નીની બીમારી વકરતાં તેણે પતિ અને જેઠ સામે પણ આરોપો મૂકતાં પતિ હવે કોર્ટના દ્વારે છે. છૂટાછેડા માગે છે.