આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આગામી 13 થી 15 ઓગસ્ટ સુધી લોકોને પોતાના ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. શહેરમાં 10 લાખથી વધુ તિરંગાનું વેચાણ થાય તે માટે તૈયારી ચાલી રહી છે.
તિરંગા પાલિકાની તમામ ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ અને નાગરિક સુવિધા કેન્દ્ર, શિક્ષણ સમિતિની શાળાઓ, સુમન શાળા, ફાયર સ્ટેશન, ગાર્ડનો, બીઆરટીએસ સ્ટેશનો પરથી તિરંગા મળી રહેશે. સુરત શહેરમાં 9 લાખ તિરંગાનું વેચાણ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તિરંગાની કિંમત સ્ટીક સાથે 30 રાખવામાં આવી છે. જો કે, હજુ કિંમત ફાઇનલ થઇ નથી. જે કોઇ 15 ઓગસ્ટ પછી તિરંગાનું સન્માન ન જાળવી શકતા હોય તો તેઓ પાલિકાને તિરંગો પરત આપી શકશે. મંગળવારે કલેક્ટરની અધ્યક્ષતામાં પાલિકાની કચેરીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી.
જેમાં તમામ અધિકારીઓ, એન.જી.ઓ, વિવિધ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 4 ઓગસ્ટના રોજ સુરતમાં સી.એમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાહુલ રાજ મોલથી પીપલોદ કારગીલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન છે. આ પદયાત્રામાં 15 હજાર લોકો જોડાય તે માટે આયોજન કરાયું છે. ઘર ઘર તિરંગા હેઠળ શહેરીજનો રાષ્ટ્ર પ્રત્યે સન્માન વ્યક્ત કરવા પોતાના ઘર અને ઓફિસ સહિતના સ્થળે તિરંગો લહેરાવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.