લેબગ્રોનમાં રાહત:5 લાખ વીજબીલ આવતું હોય તો 50 હજાર સુધીની છુટ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિલ્હીમાં જીજેઈપીસી સાથે મળેલી બેઠકમાં પિયુષ ગોયલે જાહેરાત કરી
  • લેબગ્રોન ઉત્પાદન કૌશલ્ય વિકાસ સહાયથી રોજગાર સર્જનમાં પણ મદદ મળશે

લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન પર 5 વર્ષ માટે ઈલક્ટ્રિસિટી ડ્યુટી 100 ટકા માફ કરવાની જાહેરાત દિલ્હી ખાતે કોમર્સ મંત્રી પિયુષ ગોયલે જીજેઈપીસી સાથે મળેલી મિટીંગમાં કરી હતી. લેબગ્રોનના એક્સપોર્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં સૌથી વધારે કોસ્ટ વિજળીની હોય છે. દિલ્હી ખાતે જીજેઈપીસીના સાથેની મિટીંગમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કોમર્સ મંત્રી પિયુષ ગોયલ દ્વારા વિવિધ જાહેરાત કરીહતી. જેમાં લેબગ્રોન ઉત્પાદન પર 5 વર્ષ માટે ઈલેક્ટ્રિસિટી ડ્યુટી 100 ટકા માફ કરવાની જાહેરાત કરાઇ હતી.

ઔદ્યોગિક મશીનરી અને ‘ઇલેક્ટ્રિકલ મશીનરી અને ઇક્વિપમેન્ટ’ને પણ થ્રસ્ટ સેક્ટર્સ તરીકે ગણ્યું છે, જેનો લાભ એલજીડી રિએક્ટર ઉત્પાદકો લઈ શકશે. પાવર કોસ્ટ, ઇન્ટરેસ્ટ કોસ્ટ અને ટેક્સમાં રાહતો, એલજીડી માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા સંશોધન સહાય કરાશે. એની સાથે કૌશલ્ય વિકાસને પણ સહાય કરાતા રોજગાર સર્જનમાં મદદ મળશે. વીજળીના દરને ઘટાડવા રૂ. 5 લાખ સુધીની એલટી/એચટી સર્વિસ લાઇન માટે ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ પર ચૂકવવામાં આવતા ચાર્જિસનાં 35 ટકા ઔદ્યોગિક એકમો પણ મેળવી શકશે.

ઇપીએફના એમ્પ્લોયરનાં યોગદાનનું 100 ટકા મૂળ પગારના 12 ટકા સુધીનું અથવા 10 વર્ષના ગાળા માટે દર મહિને રૂ. 1800, બેમાંથી જે ઓછું હોય તે વળતરનો અપાશે. એમએસએમઇ અને મેગા પ્લેયર્સને 100 ટકા સુધી વ્યાજ સબસિડી અને એસજીએસટી વળતર અપાશે. મેગા એકમો 20 વર્ષમાં કેપિટલ ગુડ્સ પર કેપિટલ ઇનપુટ ટેક્સના 100 ટકા વળતર માટે ક્લેમ કરી શકે છે. ટેકનોલોજી એક્વિઝિશન માટે રૂ. 50 લાખ સુધી, કિંમતના 65 ટકા પણ સહાય પૂરી પાડવામાં આવશે.

લેબગ્રોનના ઉત્પાદનમાં 35% કોસ્ટિંગ વીજળીનું
સુરતમાં 6 મોટા લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકો છે. જ્યારે અન્ય16 ા હીરા વેપારીઓએ વીજ કનેક્શન માટે ડિજીવીસીએલમાં અરજી કરી છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન કરનાર એક મશીનનું મહિનામાં દોઢ લાખ સુધી વીજ બીલ આવે છે. સુરતમાં હાલ 2 હજારથી વધારે મશીનો છે. ઈલેક્ટ્રીસિટીની ડ્યુટીની 100 ટકા માફીથી વીજબીલમાં 10 ટકા જેટલી રાહત થશે. લેબગ્રોન ડાયમંડની રફના ઉત્પાદનમાં 35 ટકા જેટલું કોસ્ટિંગ માત્ર વિજળીનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...