નર્મદ યુનિવર્સિટીમાં અંડર કે પછી પોસ્ટ ગ્રેજ્યુએટમાં નવો સિલેબસ આવશે તો જૂના સિલેબસમાં ફેલ થનારા વિદ્યાર્થીઓને પાસ થવા માટે બે ટ્રાયલની તક આપશે. બુધવારે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકે કરેલા નિર્ણય મુજબ કોઇ સબજેક્ટનું ટાઇટલ કે પછી આખો સિલેબસ બદલાઈ જાય તો તે સમયે એટીકેટી ધરાવતા એટલે કે ફેલ થનારા વિદ્યાર્થીઓને જૂનો સિલેબસ પાસ કરવા માટે બે ટ્રાયલની તક અપાશે. સિલેબસમાં અમુક ટોપિક્સ જ બદલાઇ તો તે સમયે વિદ્યાર્થીઓને જૂના સિલેબસ પાસ કરવા માટે એક ટ્રાયલ અપાશે. જો કે, સિલેબસ બદલવાની કાર્યવાહી બોર્ડ ઓફ સ્ટડીઝ કરતી
હેલ્થ સેનેટરી ઇન્સ્પે., ફાયર સેફ્ટી, હોસ્પિટાલિટી સહિતના 5 કોર્ષને મંજૂરી
એકેડેમિક કાઉન્સિલે ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ફાયર સેફ્ટી, ઓપરેશન થિયેટર ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો કોર્સ શરૂ કરવા માટે કોલેજોને મંજૂરી આપી છે. જોકે, આ કોર્ષો ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાને રાખી કોલેજોએ તૈયાર કર્યા હતા. કોર્ષને પગલે વિદ્યાર્થીઓને રોજગારીમાં સરળતા રહેશે.
NWACના ધોરણ 12ના વિદ્યાર્થી AIUથી સર્ટિફિકેટ લાવશે તો એડમિશન મળશે
અમેરિકન હાઇસ્કૂલ ડિપ્લોમામાં એજ્યુકેશન બોર્ડ છે અને તેણે તેમના બોર્ડથી ધો.12 પાસ કરનારા વિદ્યાર્થીઓને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે રજૂઆત કરી હતી. જે મામલે એકેડેમિક કાઉન્સિલે નિર્ણય કર્યો છે કે, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીનું ઇક્યુવેલેન્ટ સર્ટિફિકેટ લઇને વિદ્યાર્થી આવશે તો યુનિવર્સિટી એડમિશન આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.