તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસી વિશે એ બધું જે તમે જાણવા માંગો છો:એક ડોઝ પછી કોરોના થયો હોય તો બીજો ડોઝ છ સપ્તાહ પછી લઈ શકાય

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

પહેલો ડોઝ લીધો હોય અને 28 દિવસ થઈ ગયા પછી રસી નહી મળવાને કારણે સમયમાં વિલંબ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, 90 દિવસ સુધીમાં બીજો ડોઝ લઈ શકાય છે.

ભાસ્કર એક્સપર્ટ ડો. ધિરેન પટેલ, પ્રમુખ, ફિઝિશ્યન એસો., ગુજરાત
ભાસ્કર એક્સપર્ટ ડો. ધિરેન પટેલ, પ્રમુખ, ફિઝિશ્યન એસો., ગુજરાત

સવાલ : પહેલા ડોઝ પછી કોરોના થયો હોય તો બીજો ડોઝ ક્યારે લઈ શકાય?
જવાબ : કોરોના થયા પછી દર્દી સાજા થાય ત્યારે તેમનામાં કુૢદરતી એન્ટિબોડી ડેવલપ થતી હોય છે. ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયાના છ સપ્તાહ બાદ જ વેક્સિન લઈ શકાય. તેવી જ રીતે જો કોઈએ પહેલો ડોઝ લીધો હોય અને પછી કોરોના થાય તો પણ ક્વોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ થયાના છ સપ્તાહ બાદ રસી મુકાવી શકાય.

સવાલ : બીજા ડોઝ માટે રસી નથી મળતી તો કેટલા દિવસ સુધી લેવી અસરકારક રહે?
જવાબ : 28 દિવસથી 90 દિવસ સુધીમાં ક્યારે પણ બીજો ડોઝ લઈ શકો છો. દરેક વ્યક્તિએ વેક્સિન લેવી ખૂબ જ જરૂરી છે, તેનાં ફાયદા રૂપે કોરોના થયા પછીની ગંભીરતા અટકાવી શકાય છે.

સવાલ : એક ડોઝ લીધો હોય તો ફાયદો થાય?
જવાબ : રસીનોે એક ડોઝ લીધો હોય તો પણ એન્ટિબોડી બની શકે એટલે કે કોરોના સામે સામાન્ય રક્ષણ મળી શકે પરંતુ બંને ડોઝ લેવા જરૂરી છે. જેથી કોરોના ચેપ લાગે તો પણ તેની ગંભીરતા સામે રક્ષણ મળી શકે.

સવાલ : પહેલો ડોઝ કોવિશિલ્ડનો લીધો હોય તો બીજો કોવેક્સિન લઈ શકાય?
જવાબ : ના. જેમણે પહેલો ડોઝ કોવેક્સિન લીધો હોય તેમણે બીજો ડોઝ પણ કોવેક્સિનનો જ લેવો પડે. એક જ રસીના બંને ડોઝ લીધા હોય તો જ તે કારગત નીવડી શકે.

સવાલ : અન્ય કોઈપણ બિમારીની સારવાર ચાલતી હોય તો રસી લઈ શકાય?
જવાબ : કોઈ બિમારીમાં ખાસ પ્રકારના ઈન્જેક્શન જેવા કે, હોર્મોન અથવા કીમો થેરાપીના લેવામાં આવતા હોય તો તેવા કિસ્સામાં વેક્સિનના ડોઝ વચ્ચે એક સપ્તાહનું અંતર રાખવું જરૂરી છે.

સવાલ : રસીનો જથ્થો નથી મળી રહ્યો જેની અસર શું સર્જાઈ શકે?
જવાબ : હાલમાં કેસ ઘટી રહ્યાં છે. કોરોના સામે રસી સંજીવની છે ત્યારે રસીનો જથ્થો નહીં મળવાને કારણે ત્રીજા વેવની શક્યતા વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો