તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:સ્કૂલોમાં 50%થી વધુ હાજરી હશે તો ધો. 6-12ના વર્ગો 3-3 દિવસ ચાલશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમથી બુધ ધો-9થી 12, ગુરુથી શનિ ધો-6થી 8ને ભણાવાશે
  • બેંચ પર રોલ નંબર લખાશે, યુનિફોર્મ પહેરવો ફરજિયાત નહીં

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 2 સપ્ટેમ્બરથી ધોરણ-6થી 8માં ઓફલાઇન એજ્યુકેશન આપવાની જાહેરાત કરી છે. જેથી સ્કૂલોએ પણ તૈયારી શરૂ કરી છે. સ્કૂલ સંચાલકો કહે છે કે 50 ટકાથી વધારે વાલીઓના સંમતિ પત્રક મળશે તો સોમવારથી બુધવારમાં ધોરણ-9થી 12ના તથા ગુરૂવારથી શનિવારમાં ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓને બોલાવાશે.

વિદ્યાર્થીઓએ બેંચ પર લખેલા રોલ નંબર મુજબ જ બેસવાનું રહેશે. માત્ર ચાર જ પિરિડય ભણાવાશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, શહેર શાળા સંચાલક મંડળ અને રાષ્ટ્રીયસ્વ સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘના હોદ્દેદારો કહે છે કે ધોરણ-6થી 8માં સુરત શહેર અને જિલ્લા મળી 3,14,698 વિદ્યાર્થી છે. જેમાં 70% વાલીઓએ બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે. જોકે, એકબીજાને જોઇને વાલીઓ પોતાના બાળકોને મોકલતા થશે. આ સાથે ઘણા વાલીઓની યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવાની બાકી છે. પણ યુનિફોર્મ ફરજિયાત રખાશે નહીં.

6થી 12ના વિદ્યાર્થીઓને તાકીદે વેક્સિન આપો
વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું છે કે, ધોરણ-6થી 8ની સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય આવકાર્ય છે. જો કે, અમારી માંગણી છે કે હવે વિદ્યાર્થીઓને તાકીદે રસી આપો. જેથી ત્રીજી લહેર ન આવે. સ્કૂલોમાં ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવો.

શહેર-જિલ્લામાં 6થી 8ના 3.14 લાખ વિદ્યાર્થીઓ

સુરતધોરણ-6ધોરણ-7ધોરણ-8
જિલ્લા32,91030,20031,947
શહેર75,20672,20872,227
કુલ1,08,1161,02,4081,04,174
અન્ય સમાચારો પણ છે...