તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરવેમાં ખુલાસો:સુરતીઓને એરપોર્ટ પર ટેસ્ટી જમવાનું નહીં મળ્યું, તો છ માસમાં પેસેન્જર સુવિધામાં ત્રીજાથી 13મા નંબર પર ધકેલાયું

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરત એરપોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત એરપોર્ટની ફાઇલ તસવીર
 • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 57 ડોમેસ્ટિક એરપોર્ટની સુવિધા અંગે સરવે કર્યો હતો

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતના 57 ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જરોને મળતી સુવિધાનો સરવે કરી રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જુલાઇથી ડિસેમ્બર-2020ના સરવે રિપોર્ટમાં સુરત એરપોર્ટ ભારતમાં 13માં અને ગુજરાતમાં બીજા નંબરે આવ્યું છે. જોકે, જુલાઈથી ડિસેમ્બર-2020ના સરવેની સરખામણીએ ભારતમાં 10 અને ગુજરાતમાં 1 નંબર પાછળ ધકેલાયું છે.

AAI દ્વારા દર 6 મહિને આ પ્રકારનો સરવે કરવામાં આવે છે, જેમાં એરપોર્ટની 33 પ્રકારની સુવિધાથી કેટલા સંતુષ્ટ છે? તે મંતવ્યો પેસેન્જરોથી જાણીને માર્ક્સ આપાતા હોય છે. જાન્યુઆરીથી જૂન-2020ના સરવે રિપોર્ટમાં સુરત એરપોર્ટ ભારતના ત્રીજા નંબર અને ગુજરાતમાં પહેલા નંબર પર હતું. જુલાઇથી ડિસેમ્બર-2020માં સુરત એરપોર્ટ ભારતના 13માં અને ગુજરાતમાં બીજા આવી ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ સુરતીઓને એરપોર્ટ પર ટેસ્ટી જમવાનું મળી રહ્યું નથી. એટલું જ નહીં, અન્ય સુવિધાઓ પણ કારણભૂત છે.

સુરત એરપોર્ટને 5માંથી 4.65 માર્ક્સ આવ્યાં

એરપોર્ટમાર્ક્સગુજરાતભારત
વડોદરા4.7714
સુરત4.65213
રાજકોટ4.57319
ભાવનગર4.49424
જામનગર4.48525
ભૂજ4.45627
પોરબંદર4.14742
કંડલા3.8850

સુરત એરપોર્ટને આ સુવિધા પ્રમાણે માર્ક્સ મળ્યાં

સુવિધા20202019વધ/ઘટ
એરપોર્ટથી જમીન સુધીની પરિવહન4.594.580.01
પાર્કિંગ મૂલ્ય4.524.350.17
સુરક્ષા તપાસની સંપૂર્ણતા4.624.560.06
ફ્લાઇટની માહિતી આપતી સ્ક્રીન4.414.44-0.03
રેસ્ટોરન્ટ3.864.52-0.66
રેસ્ટોરન્ટના ભોજનનું મૂલ્યાંકન3.734.46-0.73
શોપિંગની સુવિધા3.694.44-0.75
વાઇ-ફાઇ અને ઇન્ટરનેટ એક્સેસ4.444.260.18
વોશરૂમ કે ટોઇલેટની સ્વચ્છતા4.594.520.07
એકંદરે સંતુષ્ટ4.654.630.02

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો