વેબિનાર:જો સ્ટાર્ટઅપ ફાસ્ટટ્રેક હશે તો કેન્દ્ર સરકાર પેટન્ટમાં 80% અને ટ્રેડમાર્કમાં 50% રાહત આપશે

સુરતએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • AIC સુરતી iLAB ફાઉન્ડેશન દ્વારા બેનિફિટસ ઓફ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ વિષય પર વેબિનાર યોજાયો

દરેકને લાગે છે કે મારો આઈડિયા બીજાથી યુનિક છે. કોઈ સ્પર્ધક નથી એવું માને છે. પરંતુ એ ખોટું છે. સ્ટાર્ટઅપ રજિસ્ટર કરવાથી ગ્રાન્ટ મળી જતી નથી. એઆઈસી સુરતી આઈલેબ ફાઉન્ડેશન દ્વારા બેનિફિટસ ઓફ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ વિષય ઉપર વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં આ વાત સીએ મેહુલ શાહે કરી હતી.

સ્ટાર્ટઅપ ઈકો સીસ્ટમમાં આ સાત બાબતનો સમાવેશ થાય છે
કો- વર્કીંગ સ્પેસ: એક પ્રકારની મેમ્બરશિપ છે. જેમાં તમેે કો-વર્ક્સ સાથે કામ કરી શકો છો.

એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટ: વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે જાગૃત કરે છે. જેમકે GTUનું સ્ટાર્ટઅપ & ઈનોવેશન સેન્ટર

ઇન્ક્યુબેશન સેન્ટર : નવા આઈડિયા કે સ્ટાર્ટઅપનો જન્મે ત્યારે તેેને વિકસાવનાર ઇન્કયુબેશન સેન્ટર હોય છે.

ગવર્મેન્ટ ચેલેન્જીસ : સામાજિક સમસ્યાના બેસ્ટ સોલ્યુશન માટે સરકાર આંત્રપ્રિન્યોરને ચેલેન્જ આપીને રોકડ ઈનામ આપે છે. જે પહેલાં ગ્રાન્ટ તરીકે અપાતી હતી. સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબસાઈટ પર ઘણી ચેલેન્જીસમાં આંત્રપ્રિન્યોર ભાગ લઈ શકે છે.

સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોર : જયાં સુધી સ્ટાર્ટઅપ નહીં હશે ત્યાં સુધી બીજા ઈકો સિસ્ટમની જરૂર પડશે નહિ.

એક્સલેરેશન પ્રોગ્રામ : ટૂંકા ગા: ળાના આ કોર્સના માધ્યમથી તમે આઇડિયાને એક્સિલેટ કરી શકો છો. એન્જલ ઈન્વેસ્ટર્સ

સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ સ્કી

 • સરકારી સ્ટેમ્પ માટે કંપની પ્રાઈવેટ હોવી જોઈએ અને એલએલપી માટે રજીસ્ટર્ડ પાર્ટનરશિપ હોવી જોઈએ.
 • એપ્લાય કરો ત્યાં સુધી 10 વર્ષ ન થયાં હોવાં જોઈએ. 10 વર્ષ થયા હોય તો જ સ્ટાર્ટઅપ કહી શકાય.
 • ટર્ન ઓવર 100 કરોડથી વધારે ન હોવું જોઈએ.
 • સ્કેલેબલ મોડેલ બાદ માઇલસ્ટોન સર્ટિફિકેટ મળે છે. જે સ્ટાર્ટઅપ માટે ઘણું મહત્વનું છે.

માઈલસ્ટોન સર્ટિફિકેટના ફાયદા

 • ટ્રેડમાર્ક કે પેટન્ટ માટે એપ્લાય કરશો તો પેટન્ટમાં 80% અને ટ્રેડમાર્કમાં 50% ડિસ્કાઉન્ટ મળશે.
 • જો તમારી પાસે સર્ટિફિકેટ હશે તો તમે ગવર્મેન્ટ ટેન્ડરમાં પણ એપ્લાય કરી શકો છો.
 • કોઈપણ સ્ટાર્ટઅપે ત્રણ વર્ષ સુધી ટેક્સ નથી ભરવાનો. એ ત્રણ વર્ષ તમે સ્ટાર્ટઅપના સાત વર્ષ થાય ત્યાં સુધી કોઈપણ ત્રણ વર્ષ પસંદ કરી શકો છો.
 • મને માર્કેટિંગ જેવી ઘણી બધી સર્વિસ ફ્રી માં મળશે.
 • એન્જલ ટેક્સનો ફાયદો મળશે.
અન્ય સમાચારો પણ છે...