તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:પ્રજાના પૈસે મોદી-રૂપાણીના ફોટા લાગશે તો વિરોધ કરાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાનું ટેન્ડર રદ કરાવવા આપની ચીમકી
  • ચેરમેનોની ચેમ્બરમાં ફોટા લગાવવા સવા લાખનો ધુમાડો

પાલિકામાં મોદી-રૂપાણીની ફોટોફ્રેમ પાછળ સવા લાખનો ધૂમાડો કરવાની તૈયારીથી આપ પાર્ટીએ વાંધો લીધો છે. જો પ્રજાના ટેક્સના પૈસાથી તાયફા કરવાનું શાસકો બંધ નહીં કરે તો મોટા પાયે વિરોધ કરવાની આપએ ચીમકી પણ ઉચ્ચારી છે.

પાલિકામાં વિવિધ 12 પેટા કમિટીના ચેરમેનની ઓફિસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા‌વાળી ફ્રેમ લગાડવા ટેન્ડર બહાર પાડીને અંદાજે સવા લાખનો ધૂમાડો કરવાની હિલચાલ શરૂ થતાં વિવાદ વકર્યો છે. વિપક્ષી નેતાએ શાસકોને ચીમકી આપી છે કે, ખોટા તાયફાઓ બંધ કરો અને પ્રજાના પરસેવાના પૈસાથી શહેરહિતના કાર્યો કરો. નેતાઓને વ્હાલા થવા આ પ્રકારના ખોટા ખર્ચ કરાશે તો મોટાપાયે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે.

વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, સુરત પાલિકાના સત્તાધીશોએ આ ટેન્ડર બહાર પાડ્યું છે. 12 પેટા સમિતિની ઓફિસમાં 24 બાય 48 ઇંચની 12 ફોટોફ્રેમ લગાડવાના છે. એક ફ્રેમની 10 હજાર કિંમત પ્રમાણે 12 પાછળ અંદાજે 1.20 લાખનો ખર્ચ થશે. ટેન્ડર રદ નહીં થશે તો મોટા પાયે પ્રદર્શન કરીશું.

અન્ય સમાચારો પણ છે...