તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:‘લગ્ન સહિતના પ્રસંગમાં બાળકો જાય તો પછી પ્રિ-સ્કૂલમાં કેમ નહીં ’

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રિ સ્કુલ શરૂ કરવા સુરત પ્રિસ્કૂલ એસો.એ ડીઈઓને રજૂઆત કરી હતી. - Divya Bhaskar
પ્રિ સ્કુલ શરૂ કરવા સુરત પ્રિસ્કૂલ એસો.એ ડીઈઓને રજૂઆત કરી હતી.
 • સુરત પ્રિ-સ્કૂલ એસોસિએશની ડીઈઓને રજૂઆત
 • ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની રોજગારી છીનવાઈ શકે તેવી શક્યતા

લગ્ન સહિતના પ્રસંગોમાં નાના બાળકો જાય છે તો પછી પ્રિ-સ્કૂલમાં કેમ ના જઈ શકે, તેવું સુરત પ્રિ-સ્કૂલ એસોસિએશને જણાવ્યું છે. એસોસિએશના પ્રેસિડેન્ટ જયકૃષ્ણ લીલાવાલા જણાવે છે કે, પ્રિ-સ્કૂલમાં નાના બાળકોને પ્રાથમિક બાળપણની સંભાળ સાથે પ્રાથમિક શાળાની તૈયારી કરાવાય છે. જેથી પ્રિ-સ્કૂલ ખોલવી ખૂબ જ જરૂરી છે. આજે કોવિડ 19ની સ્થિતિ ઘણે અંશે સુધરી છે અને નાના બાળકો લગ્ન સહિતના પ્રસંગોમાં કે પછી વાર તહેવારોમાં ફરતા જોવા મળે છે. જેથી સરકાર પ્રિ-સ્કૂલોની ગાઇડ લાઇન જાહેર કરવાની સાથે પ્રિ-સ્કૂલો ફરી શરૂ થાય તે માટે કલેક્ટરને આવેદન અપાયું છે.

કોવિડ-19ને કારણે છેલ્લા દસ મહિનાથી પ્રિ-સ્કૂલ બંધ છે. તેવામાં જ પ્રિ-સ્કૂલના સંચાલકોની હાલત પણ કફોડી બની છે. ઘણી પ્રિ-સ્કૂલો બંધ થઈ જતા ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફની રોજગારી જતી રહી છે. જો હવે પ્રિ-સ્કૂલ નહીં શરૂ થશે તો આગામી દિવસોમાં બેરોજગારીની સંખ્યા વધશે અને નાના બાળકોનો બાળપણથી જે અભ્યાસ મળવો જોઇએ તે પાયો પણ નબળો રહેશે.

જેથી અમારી માંગ એવી છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મામલે વિચારણા કરી કોવિડ-19ની ગાઇડ લાઇન બનાવી પ્રિ-સ્કૂલ ફરી શરૂ કરે તેવી માંગ છે. વાત છે કે, આજીવન શિક્ષણ અને સુખાકારી માટે નક્કર અને વ્યાપક પાયો બનાવવા માટે બાળકની સામાજિક, ભાવનાત્મક, જ્ઞાનની અને શારીરિક જરૂરિયાતોના સર્વાગી વિકાસનો લક્ષ્યાંક છે. આ બાબતને પણ નવી શિક્ષણ નીતિમાં સમાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો