તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:કોઈને વાંધો છે તો ચૂંટણી પણ કરાવી દઈશું: બાબુ છોરવડી

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SDAના નવા પ્રમુખની નિમણુંક પર વિવાદ

સુરત ડાયમંડ એસોસિએશનની આજે 19મી સપ્ટેમ્બરે મળનારી નવી ટર્મના કારોબારીની મીટિંગમાં પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક થાય તેમ છે. ત્યારે મેનેજીંગ સભ્ય કિર્તી શાહે એસડીએના પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે, બંધારણ પ્રમાણે ચૂંટણી કરવાની જગ્યાએ કેટલાંક લોકો આપખૂદ રીતે પ્રમુખ, હોદ્દેદારો અને કારોબારીઓની નિમણુંક કરે છે. એસો.ના બંધારણ પ્રમાણે, ચૂંટણી માટે રિટર્નીંગ ઓફિસરની નિમણુંક અને કાર્યવાહક સમિતિ તૈયાર કરવાનું છે. સાથે જ સાધારણ સભા બાદ ચૂંટણીની તારીખો નક્કી કરવાની હોઈ છે. જેમાંથી પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટાય છે.બંધારણના નિયમોનું અહીં પાલન થયું નથી.

સંસ્થા ઉદ્યોગની છે, કોઈ પૂરતી મર્યાદિત નથી
સંસ્થા ડાયમંડ ઉદ્યોગની છે કેટલાક લોકો પૂરતી મર્યાદિત નથી. માનીતાઓની નિમણુંક કરાય છે. જો કાયદેસર રીતે ચૂંટણી નહીં થશે તો અમે કાયદેસરના પગલાં લઈશું. - કિર્તી શાહ, મેનેજીંગ સભ્ય

હાથ ઉંચા કરીને મતદાન કરાવી લઈએ છીએ
પ્રમુખ-ઉપપ્રમુખ માટે મીટિંગમાં 33 સભ્યો આંગળી ઉંચી કરીને મત આપી દે છે. જો કિર્તી શાહને વિરોધ છે. તો અમે ચૂંટણી પણ કરાવીને નવી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક કરી લઈશું. - બાબુ છોરવડી,પ્રમુખ,એસડીએ

અન્ય સમાચારો પણ છે...