STM લીઝ વિવાદ:‘1033 વેપારી 1 લાખ આપે તો 10 વર્ષમાં ભાજપને 100 કરોડ મળે’

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ સામે કોંગ્રેસ બાદ AAPનો આક્ષેપ
  • પાલિકા આવકના સ્ત્રોત શોધે છે ને શાસકો પોતાની તિજોરી ભરે છે: આપ

સુરત ટેક્સટાઇલ માર્કેટ (STM)ના નામે 4 લાખનો ચેક અને 1 લાખનો ચેક ભાજપના નામે આપવો એવો મેસેજ કાપડ વેપારીઓના ગ્રુપમાં ફરતો થયા બાદ STM લીઝ વિવાદ વકરી રહ્યો છે. વિવાદના બીજા દિવસે આમ આાદમી પાર્ટીએ શાસકો પર આકરા પ્રહાર કર્યા છે.

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, એક તરફ પાલિકા આવકના સ્ત્રોત શોધવાના પ્રયાસો કરી રહી છે. આવક શોધવા કમિટી બનાવવાની છે ત્યાં શાસકો જ પાર્ટી ફંડ મેળવવા માટે 49 વર્ષની લીઝ પેટે 127 કરોડનો જૂનો ઠરાવ મંજૂર કર્યો હતો. આ કરાર એક પણ રૂપિયાના વધારા વગર 99 વર્ષનો કરી દેવાયો છે.

માર્કેટના 1033 વેપારી પાર્ટી ફંડના નામે 1 લાખનો ચેક આપે તો 10 વર્ષે ભાજપની તિજોરીમાં 100 કરોડ જમા થશે! ભાજપ દેશની સૌથી અમીર પાર્ટી આવી રીતે જ બની છે. આગામી 7 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો પાલિકાના સતાધીશો અને મ્યુ.કમિશનર વિરૃદ્ધ કોર્ટ રાહે કાર્યવાહી કરવામાં આવશે અને પિટિશન દાખલ કરવામાં આવશે.

નવી FSIની ગણતરી મુજબ 4000 દુકાનો બનવી જોઈએ, પાલિકાને રૂપિયા 4 હજાર કરોડનું નુકસાન
એસટીએમ વિવાદમાં પાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, રીંગરોડની બિલ્ડિંગની જગ્યા નવી FSI પ્રમાણે ગણવામાં આવે તો વર્તમાન 1033 દુકાન છે તે નવા FSI મુજબ ઓછમાં ઓછી 4000 દુકાનો બનવાપાત્ર છે એટલે એ મુજબ જો ગણવામાં આવે તો મહાનગર પાલિકાને ઓછામાં ઓછું 4000 કરોડનું નુક્શાન છે.

અન્ય સમાચારો પણ છે...