તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સુરતમાં IDFC બેંકના સેલ્સ ઓફિસરે ફાંસો ખાધો, પ્રેમિકાની સગાઈની અને પોતાની મૃત્યુની એક તારીખ બનાવવા આપઘાત કર્યાની આશંકા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
24 વર્ષીય યુવાને એકલતામાં ઘરમાં સિલિંગ સાથે દોરી બાંધી ફાંસો ખાધો. - Divya Bhaskar
24 વર્ષીય યુવાને એકલતામાં ઘરમાં સિલિંગ સાથે દોરી બાંધી ફાંસો ખાધો.
  • આપઘાત કરનાર 24 વર્ષીય યુવક પરિવારનો એકનો એક દીકરો હતો
  • શોકગ્રસ્ત પરિવારે કહ્યું કે, પ્રેમ નહી પરંતુ અન્ય મોતનું કારણ હોય શકે

સુરત શહેરના જહાંગીરપુરામાં એક આઈડીએફસી બેંકના સેલ્સ ઓફિસરે એકલતામાં સિલિંગ સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપઘાત કરનાર પવન પટેલ એમએ પાસ થયા બાદ એક વર્ષથી બેંકમાં નોકરી કરતો હોવાનું અને પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસ દરમિયાન સાથી વિદ્યાર્થીનીના પ્રેમમાં પાગલ પવને પ્રેમિકાની સગાઈની અને પોતાની મૃત્યુની એક તારીખ ઇતિહાસના ચોપડે યાદગાર બનાવવા આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકાઓ સામે આવી રહી છે.ત્યારે પરિવારના સભ્યોએ કહ્યું કે, દીકરો સીધો સાદો હતો કોઈ અન્ય કારણે આપઘાત કર્યો હોય શકે છે.

યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
પોલીસે જણાવ્યું હતું કે જહાંગીરપુરા આશિષ રો-હાઉસમાં એક યુવાને આપઘાત કરી લીધો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે ગઈ હતી. જોકે મરનાર પવનના મૃતદેહને પરિવારજનોએ નીચે ઉતારી દીધો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, પવને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પાડોશીને યુવાન લટકતી હાલતમાં મળ્યો
વધુમાં જાણવા મળ્યું હતું કે, પવન પટેલ (ઉ.વ. 24)ને એક મોટી બહેન જેના લગ્ન થઈ ગયા હતા અને માતા જેની સાથે એ રહેતો હતો. માતા પોસ્ટલ વિભાગમાં આસિ. ઓફિસર છે અને પવન એમએના અભ્યાસ બાદ એક વર્ષથી આઈડીએફસી બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે કામ કરતો હતો. શુક્રવારની બપોરે પવન નોકરી પરથી જલ્દી ઘરે આવી ગયો હતો. ત્યારબાદ પાડોશીએ દરવાજો ખખડાવ્યા બાદ પણ ન ખોલતાં બારીમાંથીએ સિલિંગ સાથે લટકતો હોવાનું જોઈ પાડોશીએ બુમાબુમ કરી દીધી હતી અને તાત્કાલિક બારીમાંથી અંદર હાથ નાખી દરવાજો ખોલી પવનને ખભે ઉપાડી દોરી કાપી નીચે ઉતાર્યો હતો. જોકે, પવનને કોઈ સારવાર મળેએ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.

પ્રેમની વાત પરિવારે નક્કારી
મૃતકના પારિવારિક સંબંધી ધર્મેશ પટેલએ જણાવ્યું હતું કે, મારો ભત્રિજ પોતાના કામથી કામ રાખતો હતો. ભણવામાં હોંશિયાર હતો. નોકરી પણ વ્યવસ્થિત ચાલતી હતી. તેના મોતથી પરિવાર ખૂબ જ શોકગ્રસ્ત છે. પ્રેમ પ્રકરણ હોય તેવું અમને કે પરિવારના કોઈ સભ્યને લાગતું નથી. તેમ છતાં મોતનું કારણ તો તપાસના અંતે જ આવી શકે તેમ છે.

યુવાનને કોઈ સારવાર મળેએ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.
યુવાનને કોઈ સારવાર મળેએ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.

પ્રેમિકાની સગાઈની જાણ થતાં અંતિમ પગલું ભર્યાની આશંકા
આપઘાતને લઈને જાણવા મળ્યુ હતું કે, પવનને કોલેજ કાળ દરમિયાન કોઈ યુવતી સાથે પ્રેમ હોય અને તેની સગાઈની ખબર પડતાં આવું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ શુક્રવારે જ પ્રેમિકાની સગાઈ હોવાની વાત બાદ પવને મૃત્યુની પણ એક તારીખથી બાંધવા આવું પગલું ભર્યું હોવાની આશંકા દેખાય રહી છે. હાલ જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

હાથની નસ કાપવાનો પ્રયાસ પણ કર્યો હતો
ડો. ઉમેશ ચૌધરી (પોસ્ટમોર્ટમ કરનાર તબીબ) એ જણાવ્યું હતું કે, પવનના ગળા ઉપર ફાંસાના સીધા નિશાન મળી આવ્યા છે. જ્યારે હાથની નસ કાપવાનો પણ પ્રાયસ કર્યો હોવાના નિશાન મળી આવ્યા છે.