તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ 19માં સીએસની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)એ મોટી રાહત આપી છે. ICSI, CAની સાથે યોજાનારી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)ની તૈયારી માટે ઓનલાઈન ક્લાસની સુવિધા આપશે. તેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્વરૂપ અંગે જાણકારી મળશે.
CSEET માટે 15 એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરી શકાશે. તેમજ પરીક્ષા 8મેના રોજ લેવાશે. આ માટે લિંક પણ જાહેર કરાઈ છે. તેના માધ્યમથી આઈસીએસઆઈના એક્સપર્ટ જોડાશેે. ઇન્સ્ટિટ્યૂટ તરફથી આ ક્લાસ 12 માર્ચ સુધી સોમવારથી શનિવાર સુધી રોજ લેવાશે. તેનો સમય સવારે 7થી 9 સુધી અને સાંજે 5થી 7નો રહેશે. વધુ જાણકારી માટે ICSIની વેબસાઈટ પર વિઝિટ કરી શકાય છે.
આ ઉપરાંત ICSIએ કમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામિનેશન ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષાનું શિડ્યુલ પણ જાહેર કર્યું છે. આ એક્ઝામ 5 જૂનથી શરૂ થશે. તેમાં પેપર 1 અને 2 બંને 2-2 સેશનના રહેશે. પેપરનું પ્રથમ સેશન સવારે 9.30થી 11 સુધી અને બીજુ સેશન બપોરે 12થી 1.30 સુધીનું રહેશે. આવી જ રીતે પેપર-2નું પ્રથમ સેશન બપોરે 2.30થી સાંજે 4 સુધી અને બીજુ સેશન સાંજે 5થી 6.30 સુધીનું રહેશે. 6 જૂને પેપર -3 અને પેપર-4 લેવાશે. તેના સેશન પણ પ્રથમ પેપરના આધારે જ લેવાશે. એક્ઝિક્યુટિવ પરીક્ષાનું શિડ્યુલ પણ જાહેર કરી દેવાયું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.