તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:સુરત એરપોર્ટના કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગના એક્સટેન્શન સાથે ઇન્ટરનેશનલ કાર્ગો સેવા શરૂ કરવા માટે આઇક્લાસે ટ્રાફિકનો અભ્યાસ શરૂ કર્યો

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરત એરપોર્ટ કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ બાદનો થ્રીડી વ્યૂ. - Divya Bhaskar
સુરત એરપોર્ટ કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ બાદનો થ્રીડી વ્યૂ.
 • ઇન્ટરનેશનલ-ડોમેસ્ટિક કાર્ગોના આવન-જાવનના આંકડા મેળવ્યા

કાપડ-હીરાનો વેપાર જોતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાર્ગો લોજેસ્ટિક એન્ડ એલાઇડ સર્વિસ કંપની લિમિટેડે(એએઆઇસીએલએએસે-આઇક્લાસ) સુરત એરપોર્ટના કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગના એક્સટેન્સન સાથે ઇન્ટરનેશનલ કાર્ગો સેવા શરૂ કરવાની પણ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં આ કંપનીએ તાજેતરમાં જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક કાર્ગોના આવન-જાવનના આંકડા મેળવ્યા છે. સાથે અમદાવાદ અને મુંબઇ એરપોર્ટથી ઇન્ટરનેશનલ કાર્ગોના આવન જાવનના આંકડા મેળવ્યા છે. આમ, આ આંકડા મેળવ્યા બાદ એએઆઇસીએલએએસ સરવે કરીને ટર્મિનલ બિલ્ડિંગના એક્સટેન્સ સાથે ઇન્ટરનેશનલ કાર્ગો સેવા શરૂ કરવાની પ્રપોઝલ તૈયાર કરનારી છે.

સુરત એરપોર્ટનો ઓછાં સમયમાં ખૂબ સારો દેખાવ
સીઇઓએ વી વોન્ટ વર્કિંગ એટ એરપોર્ટને મેઇલથી જણાવ્યું છે કે, રજૂઆત મળી છે અમે ઇન્ટરનેશનલ કાર્ગો પર અમારી તૈયારી કરી રહ્યા છે. જે શરૂ કરવા હાલ ડેટા મેળવીને સ્ટડી શરૂ કરી છે. સુરત એરપોર્ટના કાર્ગો ટર્મિનલે ભારતમાં ખૂબ ઓછાં સમયમાં ખૂબ સારો દેખાવ કર્યો છે.

હીરા અને કાપડ વેપારને સેવા શરૂ થયા બાદ ફાયદો
એરપોર્ટ ડિરેક્ટર અમન સૈની કહે કે કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ શરૂ થયા બાદ શહેરના વેપારને ગતિ મળતી જોવા મળી છે. એએઆઇસીએલએએસ ડેટા એકઠા કરી રહી છે. ઇન્ટરનેશનલ કાર્ગો સેવા શરૂ થાય તો હીરાની સાથે કાપડના વેપારને ગતિ વધી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો