નિર્ણય:ઈ-નગર પોર્ટલમાં વિકાસ પરવાનગી અરજી ન કરવાનો ICEAનો નિર્ણય

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્ક.-એન્જી.ને ફિક્સમાં મુકાતા વિરોધ

ગત તારીખ 2જી થી રાજ્યમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન અમલમાં મુકાઈ છે. તેથી 15 મીટર સુધીની ઉંચાઈના બાંધકામો માટે ઈ-નગર પોર્ટલ ઉપર વિકાસ પરવાનગી માટે અરજી કરવાની હોય છે. પરંતુ નક્શા પ્રમાણે સ્થળ પર વિકાસ કાર્ય કરવામાં આવશે તેવી અંગત ખાતરી કર્યાનું દર્શાવી એફિડેવિટ આપવાની જોગવાઈ કરાઈ હોય તેમાં આર્કિટેક્ટો અને એન્જિનિયરો ફિક્સમાં મુકાઈ જાય તેમ હોવાથી વિરોધ થઈ રહ્યો છે.

ધ ઇન્સીટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ સુરતે કાયદામાં ફિક્સ કરવાના નિર્ણયને પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન પ્લાન નહીં મુકવા શહેર વિકાસ હાઉસિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને પત્ર પાઠવી માંગ કરી છે.

પાલિકા કમિશ્નરને લેખિત રજુઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, અગાઉ એક જગ્યાથી એક નોડલ ઓફિસર પ્લાન મંજુર કરવા માટે આવતાં તેને બંધ કરી ને ઝોન કચેરીઓ પર સત્તા આપી અને એલ-1, એલ-2, એલ-3 નીમવામાં આવ્યા છે પરંતુ પ્લોટ વેલીડેશન સર્ટી તો મધ્યસ્થ શહેર વિકાસમાંથી જ લેવાનું રહેશે તો પ્રક્રિયા સરળને બદલે વધુ જટિલ બનશે.

અન્ય સમાચારો પણ છે...