મહાપાલિકામાં અધિકારીઓની મુલાકાત કરવા આઈડી કાર્ડ જમા કરવાનો રહેશે. મહિલા ઇન્ચાર્જ ડે.પ્યુટી કમિશનરને ચપ્પુ બતાવી એક્ઝિક્યુટીવ ઈજનેરને મારી નાંખવાની ઘમકીની ઘટના બાદ સિક્યુરિટી વ્યવસ્થા કડક કરાઈ છે.
પાડા ના વાંકે પખાલી ને ડામ જેવી સ્થિતિ તેથી પાલિકામાં સર્જાઈ છે. શુક્રવારે પાલિકામાં આવેલા મુલાકાતીઓ પાસે ફરજિયાત તેમનો આઈડી કાર્ડ સિક્યુરીટીએ જમા લીધો હતો. ત્યાર બાદ જ જે તે અધિકારીને મળવા દેવાયા એટલું જ નહી કર્મચારીઓ પાસેથી પણ પાસ-કાર્ડ જોવાયા બાદ જવા દેવાયા હતાં! જ્યારે પાલિકા ના ચિફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે પાલિકા આવાતાં મુલાકાતીઓ પર શક હોય તો તેમના સરસામાન ની તપાસ કરવા તથા જે તે અધિકારી ને ફોન કરી મંજૂરી મળ્યા બાદ જ જે તે અધિકારી પાસે મોકલવા માટે સિક્યુરીટી કેબિન (પાસ ફાળવતી કેબિન) ખાતે ટેલિફોનની સુવિધા આપવા માંગ કરી છે.આ ઘટનામાં પાલિકાની સિક્યુરિટી વ્યવસ્થાના છીંડા બહાર આવ્યાં છે, વોચ એન્ડ વોર્ડે દાખવેલી ગંભીર ભૂલનું આ પરિણામ છે.
24 કલાક બાદ ફરિયાદ નોંધાઈ, એકની ધરપકડ
ધમકી આપનારા બે આરોપીઓ વિરુદ્ધ 24 કલાક બાદ ફરિયાદ નોંધાઈ છે. આરોપી ઝહીર ટેલર તથા આમીર સોપારીવાલા વિરુદ્ધ મહાપાલિકાના ઈનચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાલાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ,ધમકી,ગાળો આપવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપી આમીર યુનુસની પોલીસે ધરપકડ કરી છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.