દુબઈ રીટર્ન ફેશન ડિઝાઇનરને શનિવારે સાંજે ઉત્રાણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ કેવી છે અને તેમને ઓમિક્રોનનો ચેપ કેવી રીતે લાગ્યો હોઈ શકે તે બાબતે વાંચો તેમના જ શબ્દોમાં.
‘હું 2 ડિસેમ્બરે બાળકો સાથે શારજાહથી સુરત આવી હતી અને 13મી તારીખે પરત દુબઈ જવાની હતી. એરપોર્ટ ટેસ્ટ કરાતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરટીપીસીઆર ટેસ્ટમાં પણ કોરોના પોઝિટિવ આવ્યો એટલે જીનોમ સિક્વન્સિંગ થયું હતું. આ ટેસ્ટમાં ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મને 8મી તારીખે સામાન્ય કહેવાય તેમ ગળામાં સહેજ તકલીફ હતી.’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘ગળામાં સહેજ ખરાશ હોય તેવો જ અનુભવ હતો. મને શંકા છે કે હું જ્યારે દુબઈમાં હતી ત્યારે ત્યાં સાઉથ આફ્રિકાના લોકો પણ હતા એટલે તેમના કારણે મને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોઈ શકે. બાકી હું તો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઇઝેશન વગેરેનું ખૂબ ધ્યાન રાખતી હતી. ઓમિક્રોન વેરિયેન્ટથી હું પોઝિટિવ છું પણ સાચું કહું તો હાલ હું સ્વસ્થ જ છું, કોઈ તકલીફ નથી.’
તેઓ વધુમાં ઉમેરે છે કે, ‘હાલની સ્થિતિ કરતા તો મને પહેલા જ્યારે કોરોના થયો હતો ત્યારે વધુ બીક લાગી હતી. અગાઉ જ્યારે કોરોના થયો હતો ત્યારે હમણા કરતા વધારે તબિયત વધારે ખરાબ થઈ હતી. મને નથી લાગતું કે કશું ગભરાવવાની જરૂર છે.’
- ફેશન ડિઝાઇનર મહિલા, ઓમિક્રોન પોઝિટિ (પ્રદીપ કુલકર્ણી સાથે થયેલી વાતચીતના આધારે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.