તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:‘મને 12 લાખ અપાયા હતા પણ મારે ઇમાન નથી વેચવું’, ફૈયાઝ કેસમાં સાક્ષી જુબાનીથી ફરી ગયા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંચ વર્ષ અગાઉ ચોકબજાર ખાતે થયેલાં ફૈયાઝ કલામ હત્યા કેસમાં ઘટના નજરે જોનાર એક મહિલા સાક્ષી ફરિયાદ પક્ષની સર તપાસમાં ફરિયાદ પક્ષની હકીકતને સમર્થન આપતી જુબાની બાદ બચાવ પક્ષની ઉલટ તપાસમાં સાવ જુદી જ જુબાની આપી હતી અને ફરિયાદની હકીકતને સમર્થન આપ્યું ન હતું. જો કે, સરકાર પક્ષે ફરી જુબાની લેતા મહિલા સાક્ષીએ ઘટસ્ફોટ કર્યો હતો કે આરોપી તરફે 12 લાખ અપાયા હતા પણ મારે ઈમાન નથી વેચવું. આ સાથે કોર્ટે સરકાર પક્ષની હોસ્ટાઇલની અરજી મંજૂર કરી મહિલા સાક્ષીને સુરક્ષા પુરી પાડતો હુકમ કર્યો હતો.

ભાગાતળાવ મોબાઇલ માર્કેટમાં ફૈયાઝ હબીબ કલામની હત્યા કરી થઈ હતી આ ગુનામાં આરોપી અમીન સુકરી સહિતના સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સ્વતંત્ર મહિલા સાક્ષીએ સરતપાસમાં કહેલી હકીકત ઉલટ તપાસમાં કબૂલી ન હતી. આથી સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સાક્ષીને હોસ્ટાઇલ કરવાની અરજી આપી, વધારાના સવાલો પુછવા માટેની પણ મંજૂરી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...