તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:‘મારા પરનો ગુસ્સો માસૂમ પુત્રી પર ઉતારતો, આયન પહેલાથી જ ઉવેશને પસંદ નહોતી

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતકની માતા અમરીન શેખ - Divya Bhaskar
મૃતકની માતા અમરીન શેખ
 • ઉવેશની ભાભીએ દીકરાને જન્મ આપ્યા બાદથી તેને મારા અને દીકરી પ્રત્યે વધારે રોષ હતો : અમરીન શેખ

સલાબતપુરાની રેશમવાડમાં નિર્દયી પિતાએ માત્ર 8 જ મહિનાની ફુલ જેવી માસુમ દીકરીને માત્ર એટલા માટે મારી નાખી કારણ કે તેના રડવાથી ઉંઘમાં  ખલેલ પડતી હતી. નરાધમ બાપે દીકરીને આખા શરીરે મુક્કા માર્યા, આટલેથી ન અટક્યો ને બાળકી ને ધક્કો મારી દેતાં તેનું મોત નિપજ્યું હતું.
આયનને ચહેરા,માથા પર અને છાતી પર આડેધડ મુક્કા મારવા લાગ્યો હતો
રેશમવાડમાં ઉવેશ હસન શેખ ઘરે જ ધોબીનું કામ કરે છે. પરિવારમાં પત્ની અમરીન અને 8 મહિનાની દીકરી આયન ઉર્ફ આયત છે. અમરીન ઘરકામ કરે છે. સોમવારે સવારે નવેક વાગે ઉવેશ સુતેલો હતો. ત્યારે અચાનક આયન રડવા લાગી હતી. આયન રડવાનું બંધ કરે તે માટે અમરીન પ્રયાસ કરી રહી હતી. ત્યારે ઉવેશ અચાનક ઉંઘમાંથી જાગીને મારી ઉંઘ બઘાડે છે એવું કહીને આયનને ચહેરા,માથા પર અને છાતી પર આડેધડ મુક્કા મારવા લાગ્યો હતો. અમરીન બચાવવા ગઈ ત્યારે તેને ઉવેશે ધમકી આપી હતી કે બચાવવા આવશે તો તે આયનને વધુ મારશે.
ઉવેશ અને અમરીન આયનને મોટર સાઇકલ બેસાડીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા 
ત્યારબાદ પણ ઉવેશે મારવાનું ચાલુ રાખી માસૂમને ધક્કો મારી દેતાં તે ધડામ કરતી નીચે પડી હતી. રાક્ષસ બની ગયેલા પિતાના મારથી તેના મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યું અને બેભાન થઈ ગઈ હતી. ઉવેશ અને અમરીન આયનને મોટર સાઇકલ બેસાડીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે આયનને મૃત જાહેર કરી હતી. આયનને ફરીથી ઘરે લઈ આવ્યા હતા. અમરીને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઉવેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેને લખ્યું છે કે આ પહેલા પણ જ્યારે-જ્યારે ઉવેશને તેના પર ગુસ્સો આવતો ત્યારે-ત્યારે તે આયનને મારતો હતો. પોલીસે ઉવેશની ધરપકડ કરી છે. 
અમરીન એટલી ગભરાઈ હતી કે પિયર જઈને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી 
અમરીન અને ઉવેશ આયનને હોસ્પિટલથી ઘરે લાવ્યા હતા ત્યાંથી અમરીન તેની મૃત દીકરીને લઈને તેના પિયર લિંબાયતના મિઠીખાડી ખાતે આવી ગઈ. ત્યાર સુધી પોલીસને કોઈએ જાણ કરી ન હતી. અમરીન પિયર આવી પછી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને પોલીસ લિંબાયત આવીને અમરીનની ફરિયાદ લઈ ગઈ.
ઉવેશને દીકરી પસંદ ન હતી-અમરીન શેખ
મારા લગ્ન 9 નવેમ્બર 2018ના રોજ ઉવેશ સાથે થયા હતા. શરૂઆતમાં સારો વ્યવહાર કરતો હતો. જોકે મને દીકરી જન્મતા તેનું વર્તન બદલાઈ ગયું.તેને દીકરો જોઈતો હતો. તેવામાં ઉવેશની ભાભીએ દીકરાને જન્મ આપતા તેને મારા પ્રત્યે અને દીકરી પ્રત્યે વધારે રોષ થયો હતો. તેથી તે નાની-નાની વાતે મારી સાથે ઝગડો કરતો અને મારઝુડ કરતો હતો. તે નાની દીકરીને પણ મારતો હતો. ડિસેમ્બરમાં તો તેને આયનને પગમાં કરડી લીધું હતું. ત્યારે પોલીસ કેસ કરવાની હતી પરંતુ ઉવેશે માફી માંગતા મેં માફ કરી દીધો હતો. મને એમ કે હવે તે સુધરી જશે પરંતુ આજે તો મારી આંખ સામે જ મારી ફૂલ જેવી દીકરીને મારી નાખી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો