તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રૂંઢની જમીન ખોટી સહીઓ કરીને બારોબાર વેચી મારી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડર પાસે 1 લાખ લેતા ચીટિંગનો મામલો ખૂલ્યો
  • ઉમરા પોલીસ ઠગ ઉમેશ મહેતાને પકડી લાવી

સિટીલાઇટના કાપડ વેપારીની માલિકીની રૂંઢ મગદલ્લાની જમીનમાં સિટીલાઇટના ચીટર ઉમેશ મહેતાએ તેના જમીન દલાલ સાથે જમીનમાં સોદો નક્કી કરી બિલ્ડર પાસેથી 1 લાખની રકમ લેતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. જેમાં કાપડના વેપારી શિવસાગર યાદવે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચીટર ઉમેશ જશવંત મહેતા(રહે, સુર્યદર્શેન એપાર્ટ, સિટીલાઇટ) અને જમીન દલાલ ભુપેન્દ્રસીંગ રાજેન્દ્ર સીંગ (રહે,જીવીબા પાર્ક, અણુવ્રત દ્રાર)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

ઉમરા પોલીસે રવિવારે મોડીરાતે ઉમેશ મહેતાને પકડી લાવી છે. તેનો કોરોનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે. ભૂતકાળમાં પણ ઉમેશ મહેતાએ જમીનના ઘણા ડખા કર્યા છે. ફરિયાદમાં વેપારીએ જણાવ્યું કે ઓકટોબર-20માં રૂંઢ મગદલ્લાની કરોડોની કિંમતની જમીનમાં ચીટર ઉમેશ મહેતાએ વેપારીની જાણ બહાર ખોટી સહીવાળી બોગસ સોદાચિઠ્ઠી બનાવી હતી. આ બોગસ સોદાચિઠ્ઠીમાં આરોપી જમીન દલાલ ભૂપેન્દ્રસીંગને ખરીદનાર તરીકે ઊભો કર્યો હતો.

પછી દલાલ પારૂલ અને બનવારીલાલ મારફતે બિલ્ડર હિતેશને વિશ્વાસમાં લઈ જમીનનો સોદો બારોબાર ટોકન તરીકે 1 લાખની રકમ મેળવી હતી. પછી બિલ્ડરે વેપારીનો સંપર્ક કરતા ચીટર ઉમેશ મહેતાનો ભાંડો ફુટી ગયો હતો. ઉપરાંત આવી જ રીતે ઉમેશ મહેતાએ રૂંઢ મગદલ્લાની અન્ય બે જમીનો પણ વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...