તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:‘વોટ આપીને ભૂલ કરી, હવે અહીં વોટની ભીખ માંગવા આવવું નહીં’

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોએ બેનર લગાવી નગરસેવકોનો વિરોધ કર્યો હતો - Divya Bhaskar
ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોએ બેનર લગાવી નગરસેવકોનો વિરોધ કર્યો હતો
  • નગરસેવકો માટે લખ્યું,‘રોડની જેમ તમે પણ ખાડે ગયા છો’
  • સોની ફળિયા, ગોપીપુરામાં રસ્તાને લઈ સ્થાનિકોનો વિરોધ

આગામી દિવસોમાં ચોમાસાનું આગમન થનાર છે ત્યારે પ્રિ-મોનસૂન પૂર્વે જ સોની ફળિયા વિસ્તારના લોકોએ રોડને લઈ પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે. પાણીની ભીંત સુધીના રોડને લઈ નાના વેપારીઓએ સવારથી સાંજ સુધી બ્લેક ડે મનાવવાનું નક્કી કરી હાથ પર કાળી પટ્ટી પહેરી પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીનો વિરોધ કર્યો હતો.રોડ મુદ્દે વેપારીઓની આ લડતમાં સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ પણ જોડાયા હતા અને હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો.

બીજી બાજુ ગોપીપુરા મોટી છીપવાડમાં ચાર મહિનાથી રોડ ન બનતા સ્થાનિક નગરસેવકોના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે. બેનરોમાં ‘વોટ આપીને ભૂલ કરી છે’. આ વિસ્તારમાં હવે વોટની ભીખ માંગવા આવવું નહીં, તમે પણ રોડની જેમ ખાડે જ ગયા છો એવો ઉલ્લેખ કરાયો છે.

સોનિફળિયાના રહેવાસીના જણાવ્યા મુજબ, ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રોડ રી-કાર્પેટ કરવાની કામગીરી બરાબર થઈ નથી. જેને લઈ તમામ વાહનોને તકલીફ પડી રહી છે. ટ્રાફિક જામ થતું હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ હેરાન થઈ રહ્યા છે. એટલું જ નહીં નાના દુકાનદારો પણ ગ્રાહકોને રોડ પરથી જ પોલીસ તગેડી મુકતી હોવાને કારણે બેકાર બની ગયા છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો નિકાલ નહીં થાય તો ગાંધી માર્ગે આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે...