ચોરી:ગાયનો અકસ્માત કર્યો છે કહી 2 જણા તેલના ડબ્બાનો ટેમ્પો લઇ છૂ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લસકાણાની ઘટના: તેલના 200 ડબ્બા સહિત રૂ. 6.58 લાખના મુદ્દામાલની ચોરી કરાતા ગુનો

લસકાણા કેનાલ રોડ પર બનેલી ઘટનામાં બે બદમાશોએ તેલના ડબ્બા ભરીને આવતા ચાલકે તમે ગાયનો એક્સિડન્ટ કર્યો છે કહીને મોપેડ પર સેવણી ગામે ઉતારી ભાગી છૂટ્યા હતા. ચાલક પોતાની જગ્યાએ પાછો ફરતાં ત્યાં તેલ ભરેલો ટેમ્પો ગાયબ હતો. ચાલકે તેલના ડબ્બાઓ અને ટેમ્પો મળી 6.58 લાખની ચોરીમાં ચાલકે સરથાણા પોલીસમાં ચોરીનો ગુનો નોંધાવ્યો છે. કામરેજનો અજય વસાવા 15મી તારીખે ટેમ્પોમાં તેલના ડબ્બાઓ વાવથી કતારગામ અને ઉધનામાં ડિલિવરી આપવા નીક્ળ્યો હતો.

લસકાણા કેનાલ રોડ પર મોપેડ પર આવેલા બે બદમાશોએ ટેમ્પોને અટકાવી ચાલકને કહ્યું હતું કે તમે ગાયનું એક્સિડન્ટ કર્યું છે. ચાલકે ના પાડતા બંનેએ તેને પોતાની સાથે મોપેડ પર બેસાડી લઈ ગયા હતા. રસ્તામાં ચાલકના ફોનમાંથી સીમ કાર્ડ કાઢી લીધા હતા.બંને બદમાશો સેવણી ગામે પાણી લઇ જવાને બહાને ટેમ્પોચાલક ઉતારી ભાગી ગયા હતા. ચાલકે મિત્રને બોલાવી જે જગ્યાએ ટેમ્પો મૂક્યો હતો ત્યાં જતા 200 તેલના ડબ્બા ભરેલો ટેમ્પો ગાયબ હતો. ટેમ્પો ચાલકે 6.58 લાખના મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ આપતા સરથાણા પોલીસે ગુનો નોંધીને લસકાણા રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...