સુરત પોલીસ દ્વારા શહેરમાં આઈફોલો ટ્રાફિક કેમ્પેઈન શરુ કરવામાં આવ્યું છે. જેમા લોકો ટ્રાફિકના નિયમ પાળે તેઓનું સન્માન કરવામાં આવ્યુ. તેમજ જે લોકો નિયમ પાળતા નથી તેઓને ટ્રાફિક નિયમ પાળવા અપીલ કરવામાં આવે છે. આ ધ્યાનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમો
સુરત શહેર પોલીસ દ્વારા અકસ્માતના બનાવો અટકાવવા અને લોકો ટ્રાફિક નિયમ પાળે તે માટે આઈફોલો કેમ્પેઈન શરુ કરવામાં આવ્યું છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ યોજી લોકોને ટ્રાફિક નિયમ પાળવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વરાછા હીરાબાગ સર્કલ પર પોલીસ દ્વારા આ કેમ્પેઈન યોજવામાં આવ્યું હતું.
વાહનચાલકોને ઈનામ અપાયા
આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમજ સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા. પોલીસ દ્વારા જે લોકો નિયમ પાળે છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે લોકો નિયમ પાળતા નથી તેઓને ટ્રાફિક નિયમ પાળવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સામાજિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોલીસની સાથે સાથે તેઓએ પણ લોકોને ટ્રાફિક નિયમ પાળવા અપીલ કરી હતી.
જૈન સાધુ સાધ્વી મહાત્માના હેલ્થ ચેક અપ
સુરત શહેર મા આશરે 1500થી વધુ જૈન સાધુ સાધ્વી મહાત્માઓનો ચાતુર્માસ છે. મહાત્માઓના આરોગ્યને ધ્યાન મા લઈ ને જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા હેલ્થ ચેક અપનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સમગ્ર સાધુ સાધ્વી ભગવંતોના બ્લડ યુરીનના રિપોર્ટ, ઈસીજી તથા અન્ય જરૂરિયાત મુજબના રિપોર્ટ, સ્પેશિયાલિસ્ટ તથા સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા તપાસ કરનાર છે. જેડીએફ પ્રમુખ ડૉ. વિનેશ શાહે જણાવ્યુ કે લગભગ 1 મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમમાં સુરત શહેરના જૈન સમાજના ચારેય ફિરકાના 50થી વધુ સંઘના 1500થી વધુ જૈન મહાત્માઓનું જે તે ઉપાશ્રયમા જ હેલ્થ ચેક અપ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.