સુરતના સમાચાર:ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા આઈ ફોલો કેમ્પેઇનની શરૂઆત, સાત દિવસ અભિયાન ચાલશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને બિરદાવવામાં આવશે. - Divya Bhaskar
ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને બિરદાવવામાં આવશે.
  • અલગ અલગ સ્થળે જઈને નિયમો પાળનારને સન્માનિત કરવામાં આવશે

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો ચેમ્પિયન ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને બિરદાવવામાં આવશે. સાથે જ તેમને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવશે. જેથી અન્ય લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં મોટીવેટ કરી શકે. આજે અઠવા લાયન્સ ખાતેથી આ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી.

વાહનચાલકોને સન્માનિત કરાયા
સુરત પોલીસ દ્વારા આજથી સાત દિવસ માટે આઈ ફોલો કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા રોજેરોજ અલગ અલગ સ્થળે જઈને ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને સન્માનિત કરવામાં આવશે. સાથે જ અન્ય લોકોને પણ પ્રેરણા આપવામાં આવશે કે, તમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જેથી સુરત ટ્રાફિક નિયમન માટે મોડેલ સ્વરૂપ બની શકે.

ફોટો સોશિયલ મીડિયામાં મુકાશે
ટ્રાફિક પોલીસના આ કાર્યમાં રેડિયો સ્ટેશન માય એફએમ પણ જોડાયું છે. જેમાં આરજે દ્વારા ટ્રાફિક નિયમોના પોઇન્ટ પર જવામાં આવશે અને જે વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું હશે તેમને સન્માનિત કરવામાં આવશે. સાથે જ તેમના ફોટો પણ પાડવામાં આવશે અને તેના ફોટોને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરીને અન્ય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સંદેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...