સોશિયલ મીડિયા પર ટ્રોલ:‘રેલી રદ થઈ તો ખરાબ લાગ્યું અમારી પરીક્ષા રદ થઈ તેનું શું’

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરણાં મુદ્દે મેયર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા

શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે પણ રાજકીય પાર્ટીઓને ફરક પડતો નથી. શુક્રવારે નાનપુરાના કોંગ્રેસ કાર્યાલય પણ નિયુક્તિ તેમજ સન્માન કાર્યક્રમમાં ગાઇડલાઇનની હરણ કરાયું હતું. ત્યાં પંજાબમાં પીએમના કાફલાની સુરક્ષામાં છીંડાના આક્ષેપ સાથે ભાજપ દ્વારા ચોકબજાર ગાંધીજી પ્રતિમા પાસે નેતાઓએ મૌન ધરણાં યોજી મહામૃત્યુંજયના જાપ કરી ભીડ ભેગી કરી હતી.

મેયર હેમાલીબેને આ કાર્યક્રમની પોસ્ટ સોશ્યલ મીડિયામાં મુકતા તેઓ ટ્રોલ થયા છે. પોસ્ટના જવાબમાં કેટલાક યુઝર્સે લખ્યું કે, 144 કલમ હોવા છતાં કેમ આટલા ભેગા થયા? તો કોઇએ લખ્યું કે, એક રેલી રદ થઇ તો કેવું ખરાબ લાગ્યુ? અમારી પરીક્ષા રદ થઇ તો અમને કેવું લાગ્યુ હશે?

અન્ય સમાચારો પણ છે...