નરેશ પટેલ સુરતની મુલાકાતે:ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને કહ્યું - હું રાજકારણની વાત કરવા માગતો નથી, 21 જાન્યુઆરી પછી કરીશ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સચિન જીઆઈડીસીમાં નરેશ પટેલ ઉદ્યોગપતિઓને મળ્યા હતા. - Divya Bhaskar
સચિન જીઆઈડીસીમાં નરેશ પટેલ ઉદ્યોગપતિઓને મળ્યા હતા.
  • ખોડલધામ પાટોત્સવ માટે સચિન GIDCમાં નરેશ પટેલે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી

ખોડલધામના પંચમ પાટોત્સવ માટે સચિન GIDCના ઉદ્યોગકારોને આમંત્રણ આપવા આવેલા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘હાલમાં હું રાજકારણ કે પાવરની વાત કરવા માંગતો નથી. 21મી જાન્યુઆરી પછી વાત કરીશ.’ તેમણે ઉદ્યોગકારો કહ્યું હતું કે, ‘21મી જાન્યુઆરીએ જો તમારા ધંધા-રોજગાર બંધ રાખીને ખોડલધામ આવવું પડે તો પડે પણ તમે માતાજીના પોંખણા કરવા આવો.’

‘ખોડલધામ એ સંસ્થા નહીં પણ વિચાર છે’
નરેશ પટેલ જણાવ્યું કે, ‘ યુવાન ઉદ્યોગપતિઓને નિવેદન કરું છું કે, સંગઠનની જ્યોત ક્યારેય ઓલવાઈ નહીં અને મુઠ્ઠી કોઈ દિવસ ખુલે નહીં તેનું ધ્યાન રાખજો.ખોડલધામએ સંસ્થા નથી, આ સવા કરોડ લેઉવા પટેલ સમાજ માતાજીના છત્રની નીચે ઉભું છે. આ સંસ્થા નથી, ખોડલધામ એ વિચાર છે. દેહ નષ્ટ થાય, પરંતુ વિચાર નષ્ટ ન થાય. ’

નરેશ પટેલ સાથેની વાતચીતના અંશ
સવાલ - કડવા અને લેઉવા પાટીદાર સમાજને સાથે લાવવાની વાત ચાલે છે?

જવાબ - આ હજી નવો વિચાર છે, એક વર્ષ પહેલાં જ હું ઊંઝા ગયો હતો. જ્યાં શક્ય હોય ત્યાં બંને સમાજ મળીને કેમ આગળ વધે તેના પ્રયત્નો ચાલુ જ છે.

સવાલ - પીએમ-હોમ મિનિસ્ટરને આમંત્રણ આપવામાં આવ્યું છે?
જવાબ - મર્યાદિત કાર્યક્રમ છે, ત્યાં લાખ્ખોની મેદની હોય ત્યારે VIP મુવમેન્ટ શક્ય નથી હોતી એટલા માટે તેમજ લેઉવા પટેલ સમાજના પ્રોટોકોલ મુજબ સ્ટેજ બનાવતો નથી. સમગ્ર સમાજ એક સાથે બેસે તે ભાવનાથી કાર્યક્રમનું આયોજન કરાય છે.

સવાલ - લેઉવા પટેલ સમાજને વસ્તીના પ્રમાણમાં સત્તા કે પછી રાજકાજ મળવા જોઈએ તે મળ્યા છે ખરા?
જવાબ - 21 જાન્યુ.એ ખોડલધામ પાટોત્સવ મહત્વનો કાર્યક્રમ છે. જો વાત ટ્વીસ્ટ થાય તો પાટીદાર સમાજની અંદર ઘણા બધા પ્રશ્નો ઉભા થવાની શક્યતા છે. એટલે હું રાજકારણની જે વાતો કરીશ એ 21 જાન્યુઆરી પછી કરીશ.

અન્ય સમાચારો પણ છે...