કાર્યક્રમ:કાપડની 165 માર્કેટ, 65 હજાર વેપારી, 4 લાખ કારીગરો છે તે હું માનતી નથી, પહેલા નોંધણી કરાવો પછી માંગણી કરો: દર્શના જરદોશ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળ ફોટોગ્રાફર અને હાલના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે શહેરના ફોટોગ્રાફિક વેલફેર એસો.ના સન્માન કાર્યક્રમમાં પોતે ફોટોગ્રાફી કરી હતી. - Divya Bhaskar
મૂળ ફોટોગ્રાફર અને હાલના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે શહેરના ફોટોગ્રાફિક વેલફેર એસો.ના સન્માન કાર્યક્રમમાં પોતે ફોટોગ્રાફી કરી હતી.
  • કાપડ વેપારીઓની માંગણીઓ સાંભળતા જ દર્શના જરદોશે ટપાર્યાં...
  • ફોસ્ટાએ યોજેલા સન્માન કાર્યક્રમમાં મંત્રીએ રોકડું પરખાવ્યું
  • ‘સન્માન સ્વીકાર્ય પણ તેના પર માંગણીઓનો ભાર ન આપો’
  • વેપારીઓએ કહ્યું, ‘સુરતને ગારમેન્ટ હબ બનાવો’, મંત્રીએ કહ્યું, ‘બાળક જીદ કરે તો રમકડાં અપાવી ન દેવાય, તમારી બધી માંગણીઓ પૂરી કરવી જરૂરી નથી’

‘તમારા સન્માનને હું સ્વીકારી લઉં છું, પરંતુ સન્માન પર માંગણીઓનો ભાર નહીં નાંખો. તેના માટે આપણે બીજું પ્લેટફોર્મ નક્કી કરીશું, જ્યાં તમારા દસ-પંદર વેપારી આગેવાનોને લેતા આવજો ત્યારે સામસામે બેસીને તમારી માંગણીઓ પર ચર્ચા કરીશું.’ કાપડ અને રેલવે રાજ્યમંત્રી બન્યા બાદ સાંસદ દર્શના જરદોશ સુરતમાં આવતાની સાથે જ સન્માન સમારોહ કાર્યક્રમોની કતારો લાગી છે. ફોસ્ટાએ પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વેપારીઓએ માંગણી કરતાં દર્શના જરદોશે આ શબ્દો કહ્યા હતા.

કાર્યક્રમમાં ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ સુરતને ગારમેન્ટ હબ બનાવો, ગૃહઉદ્યોગમાં સંકળાયેલી 4.50 લાખ મહિલાઓને સરકારી સહાય આપો, નિકાસને વેગ આપવા મદદ કરો, રેલવે મારફતે ડિલીવરીની વ્યવસ્થા ગોઠવો, સહિતની જૂની માંગણીઓ કરી હતી. ત્યાર બાદ જ્યારે દર્શનાબેન માઈક પર આવ્યા ત્યારે વેપારીઓને સષ્ટ પરખાવી કહ્યું કે, હું મંત્રી બની ત્યાર બાદ દોઢ મહિનામાં ફોસ્ટાએ તેમની માંગણીઓ છાપાઓમાં ત્રણ વાર છપાવી દીધી, પરંતુ એક પણ વખત કાપડ મંત્રાલયને રજૂઆત કરી નથી.

આમ માંગ મારા સુધી પહોંચી નથી. સન્માન સમારોહ અને માંગણીઓ માટેનું પ્લેટફોર્મ અલગ હોય છે, તે ફોસ્ટાએ સમજવું જોઈએ. ફોસ્ટા હંમેશા 165 માર્કેટ, 65 હજાર વેપારી, 3-4 લાખ કારીગરોના આંકડા રજૂ કરે છે, પરંતુ કાપડ મંત્રાલયમાં હેન્ડલૂમ સિવાય એક પણ ઘટકના વેપારી નોંધાયા નથી.

તેથી હું તમારા આંકડા માનતી નથી. પહેલાં વેપાર, વેપારી, કારીગરોની આધારકાર્ડ સાથે નોંધણી કરાવો, ત્યાર બાદ યોગ્ય જગ્યાએ રજૂઆત કરો. હું 12 વર્ષથી વગર માંગ્યે વેપારીઓને મદદ કરતી જ આવી છું, અને હવે મંત્રાલયમાં છું ત્યારે પણ કામ કરીશ, પરંતુ જેમ બાળક જીદ કરે તે તમામ રમકડાં અપાવી નહીં દેવાય તેમ તમારી તમામ માગણી પૂરી કરવી આવશ્યક નથી.

અન્ય સમાચારો પણ છે...