તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા સર્વેક્ષણ:વેક્સિનની તૈયારીને લીધે સ્વચ્છતા સર્વેક્ષણ લંબાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બરથી સિટી ફીડબેક લેવાના હતા

કોરોનાકાળને લઇ સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની સ્પર્ધા લંબાઇ એવી શક્યતા છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2021ને લઇ ડિસેમ્બર માસમાં સિટીઝન ફીડબેક શરૂ થનાર હતો. જેને પગલે પાલિકાએ સિટીઝન ફીડબેકમાં વધુ શહેરીજનો જોડાય તે માટે વિવિધ ક્ષેત્રના લોકો સાથે બેઠકો કરી માઇક્રો લેવલનું આયોજન કર્યું હતું. જોકે, સિટીઝન ફીડબેકને લઇ હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઇ ગાઇડલાઇન આવી નથી.

બીજી તરફ હાલમાં કેન્દ્ર દેશભરમાં કોરોનાની વેક્સિન વિતરણની મોટાપાયે તડામાર તૈયારી કરી રહી છે. મોટાભાગના સરકારી કર્મચારીઓ કોવિડ-19ની કામગીરીમાં જોડાયેલા છે. જેથી આ સ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની સ્પર્ધા લંબાવવાને લઇ ગતિવિધિઓ ચાલી રહી છે. આગામી દિવસમાં કેન્દ્ર સરકાર સ્વચ્છતા સ્વેક્ષણ 2021ને લઇ સ્પષ્ટતા કરશે એમ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો