ઠગાઈ:હૈદરાબાદના દંપતીની સુરતના 27 વેપારીઓ સાથે છેતરપિંડી, ઉધારમાં 42 લાખનો માલ ખરીદી ધમકી આપી

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરતના 27 જેટલા કાપડના વેપારી પાસેથી હૈદરાબાદના અગ્રવાલ દંપતિએ ઉધારમાં રૂ. 42.55 લાખના કાપડની ખરીદી કરી હતી. ઉઘરાણી કરતા દંપતિએ ધમકી આપતા સલાબતપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

ભટાર શ્રીરામ મારબલ પાસે આવેલા સ્વસ્તિક પાર્ક શ્રી નિવાસમાં રહેતા મુકેશ રામનિવાસ ગુપ્તા રિંગરોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શારદા ટેક્સટાઇલના નામે સાડીની દુકાન ધરાવે છે. વર્ષ 2017માં હૈદરાબાદ રિકાબગંજ પટેલ માર્કેટમાં લક્ષ્મીપુજા ટેક્સટાઇલના નામે ધંધો કરતા વંદના પ્રદિપ અગ્રવાલ અને તેના પતિ પ્રદિપ અગ્રવાલ આવ્યા હતા. આ દંપતિએ પોતાની પોતે હૈદરાબાદમાં કાપડનો મોટા પાયે ધંધો કરતા હોવાનું અને પોતાની મોટી શાખ હોવાનું જણાવ્યું હતું.

અગ્રવાલ દંપતિએ પ્રથમ ઉધારીમાં સાડીઓ લીધા બાદ તેના નાણાં સમયસર આપી દઇ વિશ્વાસ કે‌ળવી લીધા બાદ તા.2-10-2018થી તા.26-12-2018 દરમિયાન મુકેશ ગુપ્તા પાસેથી રૂ,3,36,080ની કિંમતનું કાપડ ઉધારમાં લઇ તેના નાણાં ચૂકવ્યા ન હતા. દરમિયાનમાં ટેક્સટાઇલ માર્કેટમાં આ દંપતિ દેખાતા તેમની પાસે નાણાંની ઉઘરાણી કરતા તેમણે ટાંટીયા તોડી નાખવાની ધમકી આપી હતી. દરમિયાનમાં તપાસ કરતી આ ઠગ દંપતિએ સુરતના અન્ય 26 દુકાનદારો મળીને કુલ 27 વેપારીઓ પાસેથી રૂ.42,55,045ની કિંમતનું કાપડ ઉધારમાં લઇ છેતરપિંડી કરી હોવાનું માલૂમ પડ્યું હતું. બનાવ અંગે સલાબતપુરા પોલીસે વંદના અને પ્રદિપ અગ્રવાલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...