અરજી નામંજૂર:સગીર પુત્રના કબજા માટેની પતિની અરજી નામંજૂર કરાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબજો માતા પાસે હોય તે ગેરકાયદે ન ગણાય: કોર્ટ

સગીર પુત્રનો કબજો માગતી પતિની અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યંુ હતુ કે સગીર સંતાનો કબજો માતા પાસે હોય તો તેને ગેરકાયદે કસ્ટડી ન ગણાવી શકાય. પત્ની તરફે એડવોકેટ ફિરોજ પઠાણે દલીલ કરી હતી કે માતા એ સગીર સંતાનની કુદરતી વાલી છે, જેથી તેના કબજામાં સંતાન હોય તો તે ગેરકાયદે કસ્ટડીમાં માની શકાય નહીં.

કેસની વિગત મુજબ, ગોડદાર ખાતે રહેતા મીનાક્ષીના લગ્ન આજ વિસ્તારમાં રહેતા અનીલ (નામ બદલ્યુ છે) સાથે થયા હતા. લગ્ન બાદ દંપતીને એક બાળક અવતર્યું હતુ. પરંતુ બંને વચ્ચે સામાન્ય બાબતોના ઝઘડાં વધતા ગયા હતા. જે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા પત્ની બાળક સાથે જુદી રહેવા જતી રહી હતી.

આથી પતિએ બાળકના કબજા માટે કોર્ટમાં સર્ચ વોરન્ટની અરજી કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, પત્ની પિયરમાં રહે છે અને બાળકને મળવા દેતી નથી. પિતાએ બાળકનો કબજો પણ માગ્યો હતો. જો કે દલીલો બાદ કોર્ટે આ અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...