તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરણપોષણ કેસ:સુરતમાં પતિએ કોર્ટને કહ્યું, ‘હું કમાતો નથી’ તો પત્નીએ વૈભવી જીવનના ફોટા બતાવી દીધા, 9 માસની સજા ફટકારાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોશિયલ મીડિયાના ફોટાના આધારે સજા, પત્નીને મહિને 14500 આપવા આદેશ

ભરણપોષણના એક કેસમાં પત્નીની ચાલાકી પતિ પર ભારે પડી હતી. દંપતિ વચ્ચે ઝઘડા બાદ પત્નીએ બે વર્ષ અગાઉ પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હતો. ચાર સમન્સ મળવા છતાં પતિ કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો અને વકીલ થકી પોતે કમાતો ન હોવાનો જવાબ આપ્યો હતો. જોકે, પત્નીએ પતિના સોશિયલ મીડિયામાં મુકાયેલાં ફોટા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં પતિ હાઇફાઇ લાઇફ જીવતો હોવાનું સાબિત થતું હતું. ઉપરાંત પત્નીએ પતિની ત્રણ હોટલો હોવાનું કહી મહિને રૂપિયા બે લાખ કમાતો હોવાની દલીલ કોર્ટ સમક્ષ કરી હતી.

દરમિયાન પોલીસે આરોપી પતિને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો જેમાં દલીલો બાદ પતિને નવ માસની સજાનો હુકમ કરાયો હતો. ઉપરાંત પત્ની અને બે બાળકો માટે રૂપિયા 14,500 ભરણપોષણ પેટે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. 2018માં પતિએ કાઢી મુકતા અરજદાર પત્નીએ એડવોકેટ અશ્વિન જોગડિયા હસ્તક કોર્ટ કેસ કર્યો હતો.

પતિની આવક બતાવી 20 લાખ માંગ્યા
અરજદાર પત્નીએ પતિની આવક બતાવીને કોર્ટ પાસે દર મહિને ભરણપોષણ પેટે ચઢેલી રકમના રૂપિયા 80 હજાર માંગ્યા હતા. આ ઉપરાંત પતિએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોય અને ઘરેલું હિંસા આચરી હોય રૂપિયા 20 લાખ ચૂકવી આપવા પણ અરજી કરી હતી.

સ્ત્રીધન પરત કરવા હુકમ
એડવોકેટ અશ્વિન જોગડિયાએ કહ્યું કે, કોર્ટે પોતાના હુકમમાં પતિને પત્નીનું સ્ત્રીધન સોંપી દેવા, પત્ની અને બાળકો પર કોઈપણ જાતનો અત્યાચાર ન ગુજારવા, મકાનનું ભાડું, લાઇટબિલ સહિતની રકમ ભરી દેવા જણાવ્યું હતંુ.

દસ્તાવેજ તરીકે શું મુકાયું

  • ઉન રોડ પરની હોટલના ઉદ્ધાટનનો ફોટો
  • આ જ રોડ પરની બીજી હોટલનો ફોટો
  • સિટીમાં આવેલી અન્ય એક હોટલની વિગત
  • પતિ પાસે રહેલી કાર અને સ્માર્ટ ફોન સહિતના ફોટા
અન્ય સમાચારો પણ છે...