તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ભાજપની ટિકિટ મેળવનારના પતિ કોંગ્રેસના પ્રચારમાં કૂદ્યા, વોર્ડ નં.15માં પતિ-પત્ની વચ્ચે રાજકીય નાટક

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જંગમાં ઉતરેલા વોર્ડ ન.15(કરંજ -મગોબ)ના ઉમેદવાર મનીષા આહીર સાથે કંઈક આવું જ બન્યું છે. ભાજપના ઉમેદવાર તરીકે મત માંગી રહેલા મનીષા આહીર સામે તેણીના શિક્ષક પતિ મહેશ આહીર કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં ઉતર્યા છે.કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ આહીર કોંગ્રેસી ઉમેદવાર માટે મત માંગી રહ્યા છે.મહેશ આહીર કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરતા નજરે પડ્યા હતા.એક જ પરિવારના બે સભ્યો અને એ પણ પતિ-પત્ની હાલ અલગ અલગ પક્ષ સાથે છે.

વોર્ડ ન.15માં સર્જાયેલા આ રાજકીય નાટકને લઈ સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું.મનીષાના પતિ મહેશ આહીરે કહ્યું હું સત્યની સાથે છું, પોતાની પત્નીને ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ પણ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી રહેલા મહેશ આહીરે જણાવ્યું હતું કે, હું સત્યની સાથે છું. અધર્મીની સાથે નથી. કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતના હસ્તે ખેસ પહેરીને હાથ પકડ્યો છે.

લોકશાહીમાં પક્ષ પસંદગીનો બધાને અધિકાર: ઉમેદવાર
લોકશાહીમાં આપણે કોઈને રોકી શકીએ નહીં, પરંતુ હું માનું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી છે, તેથી હું ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર બનીને ભાજપની વિકાસયાત્રામાં યોગદાન આપવા માગું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો