ઘરેલુ હિંસા:પતિએ 9 વર્ષ સુધી ગે હોવાની વાત છૂપાવી રાખી, સુરતની મહિલાને સાસરિયા દ્વારા માનસિક શારીરિક ત્રાસ અપાતો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાસુ સસરા અને જેઠ પણ પરિણીતાને પરેશાન કરતાં હતાં.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
સાસુ સસરા અને જેઠ પણ પરિણીતાને પરેશાન કરતાં હતાં.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • અમદાવાદમાં પરણીને ગયા પછી દિવસે દિવસે હેરાનગતિ વધતી જતી હતી

સુરતની યુવતી નવ વર્ષ અગાઉ પરણીને સાસરે અમદાવાદ ગઈ હતી. જ્યાં તેના પતિ અને સાસરિયા દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. જો કે, આખરે પતિ ગે હોવાની નવ વર્ષે જાણ થતાં તથા સાસરિયાના ત્રાસથી કંટાળીને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

પતિએ હકીકત છૂપાવી
સુરત મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ આપી હતી કે, તેનો પતિ ગે છે. તેમ છતાં તેણે લગ્ન કર્યા હતાં. લગ્ન કર્યાના નવ વર્ષ સુધી ગે હોવાની વાતને છૂપાવી રાખી હતી. જો કે, એક સમયે તેણીને પતિ ગે હોવાની વાતની જાણ થઈ ગઈ હતી. સાથે જ જાણ થયા અગાઉથી સાસરિયા દ્વારા સતત માનસિક અને શારીરિક રીતે પરિણીતાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. ત્રાસમાં કોઈ જ ઘટાડો ન થતાં આખરે કંટાળીને તેણીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

સાસુ, સસરા, સહિતના સામે ફરિયાદ નોધાવી
સુરતથી પરણીને અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ કોલેજ પાસે ક્લિફ્ટન પાર્કમાં રહેતા પતિ પ્રતિક રોશન નરસિંદાણી, સાસુ મીનાબેન નરસિંદાની અને જેઠ ચિરાગ સામે પરિણીતાએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, તેનો પતિ ગે હતો. જો કે સાસુ મીનાએ અને જેઠ ચિરાગે પ્રતિકના ગે હોવાની વાત છૂપાવી રાખી હતી. પતિ પ્રતિક દ્વારા વારંવાર અપશબ્દો બોલી વાંરવાર આપઘાત કરી લેવાની તથા ઘર છોડી દેવાની ધમકી આપવામાં આવતી હતી. વારંવારના અસહ્ય ત્રાસથી કંટાળી આખરે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.