અચરજ:પ્રેમી સાથે ભાગી ગયેલી વરાછાની પરિણીતા મળી પતિએ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમીને રાખડી બંધાવી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તળાજીથી મળેલી પરિણીતાને 13 વર્ષની દીકરી, 10 વર્ષનો દીકરો છે

વરાછામાંથી પખડિવાયા પહેલા પ્રેમી સાથે ભાગેલી પરિણીતા ભાવનગરના તળાજામાંથી મળી આવી છે. આ સમયે તળાજા પોલીસ સ્ટેશનમાં ફિલ્મી દૃષ્યો સર્જાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વરાછા વિસ્તારમાં માનસિંગ (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે.પરિવારમાં 34 વર્ષિય પત્ની રિતિકા (નામ બદલ્યું છે), 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે.

માનસિંગ રત્ન કલાકાર છે અને રિતિકા સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરતી હતી. તે સમયે સ્ટોન લગાવવા સાડીઓ આપી જનારા યુવક સાથે તેની આંખ મળી ગઈ હતી. બંને વચ્ચે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. પખવાડિયા પહેલા તેઓ નાસી ગયા હતા. વરાછા પોલીસ સ્ટેશનમાં રિતિકાના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી.

તપાસમાં તે તળાજામાં હોવાની માહિતી મળતા વરાછા પોલીસે તળાજા પોલીસને જાણ કરી હતી. માનસિંગ સુરત પોલીસ સાથે તળાજા ગયો હતો. ત્યાં રિતિકાએ પોલીસને જણાવ્યું હતું કે પતિથી ત્રાસીને તે પ્રેમી સાથે ભાગી આવી છે, છતાં પતિ સાથે પરત આવવાની તૈયારી બતાવી હતી. પતિને રિતિકા પર પૂરો વિશ્વાસ ન હતો. તેથી રિતિકાને કહ્યું કે તે પ્રેમીને રાખડી બાંધે. ત્યારે પોલીસ સ્ટેશનમાં રિતિકાએ પ્રેમીને રાખડી બાંધી હતી.

પોલીસ સ્ટેશનમાં જ પતિને ચિમકી, ફરી ત્રાસ આપશે તો પાછી પ્રેમી સાથે જ ભાગી જઇશ
માનસિંગે રીતીકાને શોધવા બહુ પ્રયાસ કર્યા હતા. તેને દસ દિવસમાં તમામ સંબંધીઓના ત્યાં તપાસ કરી હતી. રીતીકાની તમામ બહેનપણીઓ સાથે વાત કરી હતી જેથી કોઈ દિશા મળી શકે, જોકે તેને નિષ્ફળતા મળી હતી. તેથી તેને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર રીતીકાનો ફોટોની સાથે તેના સંતાનોનો ફોટો મુકીને રીતીકા જ્યાં પણ હોય ત્યાંથી પરત આવવા વિનંતી કરી હતી. રિતિકા મળી આવ્યા બાદ તેણે પોલીસ મથકમાં જ પતિને ચીમકી આપી હતી કે જો ફરીથી હેરાન કરી તો પાછી ભાગી જશે. રિતિકા ઘરે પરત આવતાં તેના સંતાનો પણ ખુશ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...