• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Husband Forced His Wife To Have Sex In Front Of His Daughter, Women's Helpline Made The Husband Aware Of The Law.

અભયમે મહિલાને પતિના ત્રાસથી મુક્ત કરાવી:સુરતમાં સગી દીકરીની સામે જ પત્ની પર પતિ બળજબરીથી શરીરસંબંધ બાંધતો, મહિલા હેલ્પલાઈને પતિને કાયદાનું ભાન કરાવ્યું

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

સુરતમાં મહિલા હેલ્પલાઈન અભયમે પતિની અસહ્ય વેદનાથી પત્નીને મુક્ત કરાવી હતી. પત્ની પર સગી દીકરીની સામે જ પત્ની પર બળજબરીથી શરીરસંબંધ બાંધતો હતો. મહિલા હેલ્પલાઈને પતિને કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે પત્નીએ પણ પતિને એક તક આપી હતી.

પતિને કાયદાનું ભાન કરાવી
સુરત ડિંડોલી વિસ્તારમાંથી એક પરિણીતાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે તેમના પતિ દ્વારા શારિરીક જાતિય ત્રાસ આપવામાં આવે છે. જેમાંથી મુક્ત કરાવવા વિનંતી કરતા અભયમે રેસ્ક્યુ ટીમ કતારગામ સ્થળ પર પહોંચી પતિને કાયદાનું ભાન કરાવી ગુનો દાખલ કરવાની તજવીજ કરી હતી.દરમિયાન પતિએ હવે પછી પત્નીને કોઈ પણ પ્રકારની હેરાનગતી નહીં કરુંની ખાત્રી આપી હતી અને પત્નીએ પણ સુધરવાની એક તક આપી હતી.

પતિ કામ પર જતો ન હતો
પીડીતાએ જણાવ્યું હતું કે તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે અને બે સંતાન છે. પતિ એમ્બ્રોઈડરી મશીન ચલાવે છે પણ રેગ્યુલર કામ પર જતા નથી. પીડિતાના સાસુ, સસરા અને જેઠ ઘરખર્ચ ઉપાડે છે. પીડિતાએ જણાવ્યું કે તેમના પતિ માતા-પિતા પાસે કામ પર જવા માટે ભાડાના પૈસા લઈ ઘરેથી નીકળે છે પણ કામ પર જતા નથી. માતા-પિતા કામ પર નીકળી જાય ત્યારે ઘરે આવી જતો હતો.

બળજબરી કરી માનસિક ત્રાસ આપતો હતો
વધુમાં જણાવ્યું હતું કે, તેમની ચાર વર્ષની દીકરી તેની સામે પતિ શારીરિક સંબંધ બાંધે છે. શારીરિક સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરે છે. પીડિતાના ગુપ્તાંગમાં હાથ નાખી અને પાણીની નાની બોટલ નાખી શારીરિક માનસિક ત્રાસ આપે છે. અભયમ હેલ્પલાઈનની ટીમે પીડિતાના પતિને સમજાવી કાયદાકીય સમજ આપી પીડિતાના પતિએ પત્નીને હવે પછી હેરાન નહીં કરે તેમ જણાવ્યું હતું. આ સાથે પીડિતાએ પણ હાલ પતિને એક તક આપી હતી.

અન્ય સમાચારો પણ છે...