આત્મહત્યા:કતારગામમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિનો આપઘાત

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કતારગામના દંપતી વચ્ચે વારંવાર ઝઘડા ચાલી રહ્યા હતા
  • કારણ જાણવા પોલીસે પિયર- સાસરા પક્ષના બંનેના નિવેદન લીધા

કતારગામમાં રહેતો કાપડ દલાલ પત્નીના ચારિત્રય અંગે શંકા રાખી વારંવાર ઝઘડા કરતો હતો. જેથી કંટાળીને પોતે જ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કતારગામના નારાયણ નગર ખાતે રહેતા આશિષભાઈ અરવિંદભાઈ પટેલવાલા (ઉ.વ.47) કાપડ દલાલીનો વ્યવસાય કરતા હતા. આશિષભાઈ તેમના પત્નીના ચારિત્ર્ય અંગે શંકાશીલ હતા. તેમને પત્નીના ચારિત્ર્ય અંગે ખોટો વહેમ હોવાથી તેના કારણે અવાર નવાર પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી. શનિવારે પણ પતિ પત્ની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. જેમાં આશિષભાઈને માઠુ લાગી આવતા તેમણે પોતાના ઘરમાં રસોડાની બાજુમાં બેડરૂમમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં આશિષભાઈ શંકાશીલ હોવાના કારણે પત્નીના ચારિત્ર્ય પર ખોટી શંકા રાખતા હોવાનું તેમજ તેના કારણે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં માઠુ લાગી આવતા તેમણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે કતારગામ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે આસપાસના પડોશીઓ તેમજ પિયર અને સાસારા પક્ષના લોકોના નિવેદન લઈ આપઘાતના સાચા કારણ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...