આદેશ:પતિ પત્નીના ઘરે જઈને બાળકીને મળી શકે છે, વીડિયો કોલ પણ કરી શકે; કોર્ટ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરેલું ઝઘડાના કેસમાં કોર્ટે પિતા-પુત્રી વચ્ચેનો અવરોધ દૂર કર્યો
  • લગ્નના 8 વર્ષે પત્ની સગીર પુત્રીને લઇને પિયર જતી રહી હતી

ઘરેલું ઝઘડાંના કેસમાં દંપતીનું લગ્નજીવન તો અટવાઈ જ છે સાથે-સાથે સંતાનોના બાળમાનસ પર પણ ગંભીર અસર પડે છે. આવા જ એક કેસમાં પતિ-પત્નીના 8 વર્ષના લગ્નજીવન બાદ ઝઘડા થતાં પતિ તો પત્નીથી દૂર થયા જ એક પુત્રી પણ પિતાથી દુર થઇ હતી. છેવટે કોર્ટે પિતા-પુત્રીને મળી શકે એવો માર્ગ ખોલ્યો હતો. આ કેસમાં પુત્રી સાથે પિયર જતી રહેલી પત્ની સામે પતિએ પુત્રીને મળવા માટે કરેલી અરજી કોર્ટે મંજૂર કરી હતી. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ કરેલી દલીલો બાદ કોર્ટે સગીર પુત્રી પિતાને વીડિયો કોલ કરી શકે અને વાત કરી શકે એ અંગેનો આદેશ આપ્યો હતો.

અરજદાર રાકેશના લગ્ન સરીતા (નામ બદલ્યા છે) સાથે વર્ષ 2014માં થયા હતા. લગ્ન બાદ એક પુત્રી અવતીર હતી, પરંતુ આ દંપતી વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા રહેતા હતા. પત્નીને શરૂાતથી જ અલગ રહેવુ હતુ. આથી પત્નીએ સાસરિયાઓને વધુમાં વધુ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતુ. અને બાદમાં તે પોતાનો સામાન અને પુત્રીને લઇને પિયર જતા રહ્યા હતા.

પુત્રીને મળવા ન દેવાતા પતિએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. દલીલો બાદ કોર્ટે આદેશ કર્યો હતો કે પુત્રીને મહિનામાં દર રવિવારે બપોરે બે થી સાત પત્નીના ઘરે જઇને રમાડવા દેવાનો, સગીર પુત્રીને બહાર લઇ જવી હોય તો અરજદાર પતિએ પત્નીને સાથે રાખવી મહિનામાં પાંચ વખત અડધો કલાક વીડિયો અને ઓડિયો કોલથી વાત કરવા માટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...