તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:પતિ ઘરે આવ્યો તો મિત્રને જોઈ પત્ની સાથે આડાસંબંધની શંકા રાખી હત્યા કરી, પતિની ધરપકડ અને શંકાસ્પદ ભૂમિકાને લઈને પત્નીની અટકાયત

સુરત2 મહિનો પહેલા
આરોપીની પત્નીની પોલીસે અટકાયત કરી અને ઈનસેટમાં મૃતકની ફાઈલ તસવીર.
  • શાકભાજી કાપવાના ચપ્પુના ઘા મારી મિત્રએ મિત્રની હત્યા કરી

સુરત શહેરમાં પત્ની સાથે આડા સબંધ હોવાના વહેમમાં પતિએ મિત્રને પોતાના ઘરમાં જ ચપ્પુ મારી પતાવી દીધો હતો. કતારગામમાં આવેલા પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં યુવકે ઘરમાં તેની ગેરહાજરીમાં મિત્ર હાર્દિક ત્રિવેદીને જોયો હતો. જેથી મિત્રના તેની પત્ની સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મિત્રને ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. ત્યારબાદ પોલીસે પતિની ધરપકડ કરી છે અને પત્નીની ભૂમિકા પણ શંકાસ્પદ લાગતા અટકાયત કરવામાં આવી છે.

પતિ બહારથી ઘેર આવ્યો ત્યાં મિત્ર ઘરમાં હતો
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય હાર્દિક ધનસુખભાઈ ત્રિવેદીની તેના મિત્ર મુકેશ રતીલાલ જૈન (રહે, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, કતારગામ) દ્વારા હત્યા કરવામાં આવી હતી. મુકેશ કાપડનું છુટક કામ કરે છે. તેના હાર્દિક સાથે ધંધાકીય સંબંધ હતા. ગત રોજ મુકેશ બહારથી ઘરે આવ્યો ત્યારે હાર્દિક તેના ઘરમાં બેઠો હતો. હાર્દિંકને ઘરમાં જોઈને તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા ગઈ હતી.

ઘર લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવ્યું હતું.
ઘર લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવ્યું હતું.

ઉગ્ર બોલાચાલી બાદ ચપ્પુના ઘા માર્યા
હાર્દિક સાથે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઝપાઝપી થતાં મુકેશે હાથમાં શાકભાજી કાપવાનું ચપ્પુ આવતા હાર્દિકના છાતીમાં મારી દીધું હતું. હાર્દિકને બચાવવા જતા મુકેશની પત્ની વચ્ચે પડતા તેને પણ સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં મુકેશની ઝડપી પાડ્યો હતો.

પતિની ધરપકડ અને પત્નીની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.
પતિની ધરપકડ અને પત્નીની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

આરોપીની પત્નીની પણ અટકાયત
હાર્દિકની હત્યા બાદ આરોપી મુકેશની પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે, મુકેશની પત્નીની પણ અટકાયત કરવામાં આવી છે. હત્યામાં પત્નીનો હાથ છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો