તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:છૂટાછેડા પછી પત્નીને બદનામ કરનારા પતિની પૂણેથી ધરપકડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડિંડોલીની પરિણીતાની પૂર્વ પતિ સામે ફરિયાદ
  • સો. મીડિયા પરથી પૂર્વ પત્નીનો ફોટો હટાવતો ન હતો

ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીને તેના પૂર્વ પતિએ ફેસબુક પર બદનામ કરતા યુવતીએ પતિ વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આરોપી પૂર્વ પતિની મહારાષ્ટ્રના પૂણેથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલીમાં નક્ષત્ર ટાઉનશિપ કરાડવા રોડ પર રહેતી અનિતા ઇન્દ્રમનિ શુક્લા હાલ ઘરે જ રહે છે. વર્ષ 2007માં તેના લગ્ન આરોપી જગદીશ રાજારામ શાહુ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા વર્ષ 2020માં છૂટાછેડા લઈ લીધા હતા.

જોકે, ત્યાર બાદ પણ જગદીશ અનિતાને હેરાન કરતો હતો. જગદીશ તેના ફેસબુક પર પ્રોફાઈલમાં પોતાની સાથે અનિતાનો પણ ફોટો મુકતો હતો. અનિતાએ તેણીનો ફોટો ન મુકવા કહેવા છતાં આરોપી જગદીશ શાહુ ફેસબુક પરથી ફોટો હટાવતો ન હતો. છેવટે અનિતાએ જગદીશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જગદીશ શાહુની મહારાષ્ટ્રના પૂણે ખાતેથી ધરપકડ કરી છે. જગદીશ પૂણેમાં આયુર્વેદિક દવાની દુકાનમાં નોકરી કરે છે. આરોપીની પુછપરછમાં બહાર આવ્યું હતું કે તેણે અમિતાથી છૂટાછેડા લઈ લીધા હતા. પોતાના સોશિયલ એકાઉન્ટ પર પૂર્વ પત્ની અનિતાનો ફોટો રાખતો હતો.

અન્ય સમાચારો પણ છે...