ઘરપકડ:પુણામાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણાના મુક્તિધામ સોસાયટી વિસ્તારમાં અઠવાડિયા પહેલા પત્નીની હત્યા કરી લાશને રૂમમાં સંતાડીને ભાગી જનાર પતિ લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી રાજસ્થાનથી પકડાયો છે. થોડા મહિના પહેલા 3 લાખ આપી દલાલ થકી કૌશલ્યા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કૌશલ્યાએ ઝગડા કરી 2-3 ડિસેમ્બરની રાત્રે લીખારામને માર માર્યો હતો. તેથી લીખારામે કૌશલ્યાનું ગળું દબાવી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી નાસી ગયો હતો. પુણા પોલીસે અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...