તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાધાન:પતિ-પત્ની જુદા થયાં, કોરોનામાં સંતાનની ચિંતામાં પુર્નમિલન થયું, વર્ષ 2018માં પત્ની પિયર જતી રહી હતી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પત્નીએ ઘરેલું હિંસાના કેસ પાછા ખેંચી લીધા

વર્ષ 2018માં છ વર્ષના દામ્પત્ય જીવનમાં આવેલાં ઉતાર-ચઢાવ બાદ જુદા થયેલું સિંગણપોર ખાતે રહેતું દંપતિ કોરોના કાળમાં એકબીજાની અને સંતાનની ચિંતા થતાં ફરી એક થઇ ગયા હોવાનો મામલો ફેમિલી કોર્ટમાં નોંધાયો હતો. પત્નીએ પતિ પર કરેલાં કેસ પણ પાછા લીધા હતા અને બે વર્ષના વિરહ બાદ બંને સાથે રહેવા રાજી થયા હતા.

કેસની વિગત મુજબ સિંગપણપોર ખાતે રહતેા રાકેશ અને અંકિતા (નામ બદલ્યુ છે) એ વર્ષ 2012માં લગ્નગંથિથી જોડાયા હતા. આ દરમિયાન દંપિતને એક બાળક પણ અવતર્યું હતુ. જો કે, પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતોએ ખટરાગ થતો રહેતો હતો. આથી 2018માં પત્ની બાળક સાથે પિયર રહેવા જતી રહી હતી અને એડવોકેટ પ્રીતિ જોષી મારફત ભરણ પોષણનો કેસ કર્યો હતો.

સમાધાનનો રસ્તો અપનાવ્યો
જો કે, કોરોના કાળમાં જ્યાં એક તરફ કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ હતી અને બીજી તરફ પતિ-પત્નીને એકબીજાની ચિંતા થઈ હતી અને બાળકના ભવિષ્યનો પણ ખ્યાલ આવતા વકીલો અને કોર્ટ મારફત સમાધાનનો રસ્તો કાઢયો હતો. દંપતિએ બધી જ ખટરાગ ભૂલાવીને એક થવાનું નક્કી કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો