ક્રાઈમ:પુણાની કિશોરીને દેહ વેપારમાં ધકેલનારા પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણા વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરીને અંકલેશ્વરમાં દેહ વેપારમાં ધંધામાં ધકેલનારા આરોપી પતિ-પત્નીની ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી ધરપકડ કરી છે. તેમજ તેમના સાગરિતને શોધી રહી છે. પકડાયેલા બંને આરોપીઓ ભરૂચ-અંકલેશ્વરમા દેહ વેપારનું મોટું નેટવર્ક ચલાવે છે. 

પુણા વિસ્તારની 15 વર્ષીય માધુરી( નામ બદલ્યું છે)અઢી મહિના પહેલાં ઘરેથી ગુમ થઈ હતી ત્યાર બાદ તે અંકલેશ્વરથી મળી આવી હતી. તેણીએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં તેની પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો તે પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી જાકિર અહેમદ તરકી(30 વર્ષ) અને તેની પત્ની સના ઉર્ફ સુમૈયા(27 વર્ષ) બંને રહે સંજાલી ગામ, સકાડા ચોકડી પાસે,અંકલેશ્વર,ભરૂચ) મૂળ ગામ,ભાડી ગામ, મસ્જીદ ફળીયું, અંકલેશ્વર,ભરૂચ)ની અંકલેશ્વરથી ધરપકડ કરી છે. પોલીસ તેના સાગરીત ઐયુબને શોધી રહી છે. માધુરી સાથે રોજ ત્રણેક ગ્રાહકો સંબંધ બાંધતા હતા. જાકિર ગ્રાહકો પાસેથી 500 થી લઈને 1500 રૂપિયા લેતો હતો.

અન્ય સમાચારો પણ છે...